Wednesday, 25 September 2019

શું ન સંભવે...!



હજારો કારણે ને હજારો વાતો માટે
કહ્યું છું પ્રભુ, તને ધન્યવાદ!

અજાયબીથી ભરપૂર આ ધરતી જોને!
જયાં ક્યારેક પણ કંઈ પણ ન અશક્ય જરાય!

અચાનક અજમાવે ને ચમકાવે અકાળે
ને કંઈક નવું જ જીવતરમાં અકલ્પનીય થાય!

અણધાર્યું વણમાગ્યું ઘટવા માંડે 
જેનો અણસારે માનવામાં જાત ટપલી ખાય!

અનપેક્ષિત અનાયાસે આવી મળે
કે ત્યાં પહોંચવા કલ્પનાયે હજી તો જીગર કમાય!

શું ન સંભવે જો સંભાવનાનીયે અપેક્ષાથી થઈ જવાય પેલે પાર...

પ્રભુ પરમ અદ્રશ્ય જોડીદાર...

સપ્ટેમ્બર ૨૦૧૯




Flower Name: Memecylon tinctorium
Ironwood
Significance: Miracle (Air of Auroville)
Marvellous, strange, unexpected.

No comments:

Post a Comment