Friday, 27 September 2019

પૂર્ણયોગે શોધ્યો ઉદ્ધાર...


અચેતનમનની રટણથી ન થાવું કદા નાસીપાસ
સ્વભાવ એનો, ક્ષમતા એની, શાને શાથી ગભરાય?

વૈશ્વિક અચેતનતાનો છેડો જોડાયેલો સદાય
દર જીવ જાત સૃજન પર રાખવા ધાર્યો પ્રભાવ.

હતાશ શાને થાવું, ત્રાસવું કે રટ રટથી અશાંત? 
એ કરે એનું કામ ને સમાંતરે રાખવું લક્ષ બરકરાર.

શમન ગણાતું એક સમયે સૌથી અકસીર ઉપાય
ન જાણે શાને એ ભવબરબાદી હતો એક જ ઇલાજ!

એ દમનઅંકુશથી સુકાતો સર્જનાત્મક દ્રવ્ય પ્રવાહ
ને શુષ્ક રિક્ત જીવન જીવતાં કેટલાંયે ફળદ્રુપ મનાંશ.

જીવન આખું એળે જાતું ને થાતાં ભવો એમ જ બરબાદ 
એ વહેણને જગાવવાંમાં જાતા કેટલાંયે ભવાટવી તપ સાધ.

બિનજરૂરી આ સમયે જ્યાં પૂર્ણયોગે શોધ્યો ઉદ્ધાર
અચેત-ને પણ અંશ ગણી, સ્વીકારી લેવું, વિના છેડછાડ

દિવ્યચેતનાને અર્પણ કરવું જે તે અલ્લડ અવરોધક બાધ
મહત્તર બળવત્તર ચેતના પ્રતિ ખુલ્લાં થતું રહેવું વારંવાર

સુવર્ણ તેજ બુંદ કે તરણ - બસ! અવતરવાની વાર
એકવારનો સ્પર્શ ને એ પરિવર્તશે મનને કાયમી સમ્રાટ.

પ્રભુ બેઠો દર મન સ્તરમાં...

સપ્ટેમ્બર ૨૦૧૯




Flower Name: Crossandra infundibuliformis
Firecracker flower
Significance: Supramental Influence in the Subconscient
Under its modest appearance it is a great force of transformation.

No comments:

Post a Comment