Wednesday, 25 September 2019

એકસરખો ને તટસ્થ ...



સનાતને સર્વ સમાન
સ્થાવર જંગમ પ્રવાહી રેતાળ
પશુ માનવ જીવ જાત...

સમગ્રને કયાં કોઈ ભેદભાવ
સર્વકંઈ ત્યાંથી ને ત્યાંની જ પેદાશ
સુક્ષ્મ કે સ્થૂળ કે સર્વાંગ...

શાશ્વતીમાં સર્વનો ભાગ
એકસરખો ને તટસ્થ પ્રમાણ
વિપુલ, વિષમ, લઘુ, મહાન...

માનવબુદ્ધિને સમજ બહાર
બુદ્ધિની અમુક સીમા મર્યાદ
શક્તિ મળ્યે, મળે તાદ્રશ્ય જવાબ...

પ્રભો!

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Hibiscus hirtus
Hibiscus
Significance: Eternal Youth
It is a gift the Divine gives to us when we unite with Him.

No comments:

Post a Comment