Sunday, 22 September 2019

પરસ્પર નિર્ભરતા ...


પરસ્પર નિર્ભરતા છે ભ્રહ્માંડનો સ્વભાવ
દર સર્જન અડોઅડ ને ભળતું સાંગોપાંગ

કશું જ નથી એવું જે કહી શકે દઈ તાવ
કે, “હું જ મારા થકી, ન દારોમદાર કે આધાર”

એકનું અસ્તિત્વ બીજાનું થાય યોગદાન
ત્રીજો કોઈ બીજી રીતે બીજા માટે જવાબદાર

તોયે ન આપલે ન ભેળસેળ ભેદરેખાની બહાર
દરેકને પોતીકું વિશ્વ ને આવરદાની સૌગાદ

એમ ચાલે સાંકળ ને ગૂંથણી ચાલે સર્વાંગ
સદા અવિરત અન્યોન્યવશ ભ્રહ્મ વ્યવહાર

સળંગ દિવ્ય સર્વ! છતાં પ્રભુ બેઠો ચુપચાપ
આત્મા જે તૈયાર એને દેતો આમ દ્રષ્ટિનો પ્રસાદ

અહો! આ મર્ત્ય નિર્ભરને બસ! તુજ પર જ મદાર
નમે શત શત દંડવત્! હ્દયથી આભાર આભાર આભાર...

સપ્ટેમ્બર ૨૦૧૯



Flower Name: Canna Xgeneralis
Canna lily
Significance: Connection between the Light and Physical
Physical centre touched by the Light. Awakens to the necessity of growth and blossoming.
Connection between the Supermind and the Physical
Physical centre open and full of the Supramental Light. On the way to transformation, generous and powerful.

No comments:

Post a Comment