Wednesday, 18 September 2019

તિમિરનું તો કામ જ ...



ભેદી નાખ એ ભમતા અંધકાર!
બસ! એકવાર ભરી ચોખ્ખો પ્રકાશ...

ઢીલા પડશે ભલભલાં ડીબાંગ
બસ! એક લિસોટો ને નવ શરુઆત...

ભલે ને ભરચક આ પારથી પેલે પાર
બસ! એક પ્રવેશ મળે, ભલેને જરાક...

તિમિરનું તો કામ જ અંધારપટ જમાવ
બસ! એકવાર અળગા થઈ લક્ષ સાધ...

એવા કંઈક કેટલાય! એ તો આવે ને જાય
બસ! આપણે આપણી ભૂમિકામાં વિનાબેધ્યાન...

પ્રારંભ જ અગત્યનો...પછી પ્રભુ રખેવાળ...

સપ્ટેમ્બર ૨૦૧૯


Flower Name: Thunbergia erecta
King's mantle, Bush clock vine
Significance: Opening to the Light
Harmonises with all that can lead towards the Light. 

No comments:

Post a Comment