અભીપ્સામાં ખોજ જિંદગીનાં ઉપાય
અભીપ્સાથી શોધ ખૂટતાં જવાબ
અભીપ્સા થકી જ ઉપલબ્ધ તમામ
અભીપ્સામાંથી જ ખુલતાં આકાશ...
અભીપ્સાનાં દ્વાર ભીતરથી જ જ્ઞાત
અભીપ્સા સોળે કળાએ પાંગરે બેમર્યાદ
અભીપ્સા જુએ સર્વાંગી વિકાસ
અભીપ્સાનો પોતાનો સ્વયંભૂ સ્વભાવ...
અભીપ્સાની સ્ફુરણા જેમ શરુઆત
અભીપ્સા જોડે વિખૂટા સાર, તાર
અભીપ્સા પોતે જ એક સંગાથ
અભીપ્સાની અભીપ્સા એટલે અનહદ આશીર્વાદ...
દિવ્ય ચરણે અર્પણ...
સપ્ટેમ્બર ૨૦૧૯
Flower Name: Cleome hasslerana
Spider flower, Spider plant
Significance: Elan of aspiration
Nothing is too high, nothing is too far for its insatiable ardour.
No comments:
Post a Comment