Tuesday, 17 September 2019

એક સશકત ચેષ્ટા પ્રકાર!



સ્મિતને બનાવી હથિયાર 
મુંગા મુંગા વેરતો રહે
ભલભલા ઉગામેલા વાર 
હારીને ઝૂકી પડશે

તાક્યો તમંચો કે તલવાર 
પ્રહાર કરવાં જેવા મોરચે
વગર આપ્યે ધાર્યા પરિણામ 
બુઠ્ઠાં જ શમાવી દેશે

અપેક્ષિત હો પ્રતિકાર 
તો સામે મજબૂત પ્રતિસ્પર્ધી બનશે
ઝાઝાં પ્રયત્નો પણ બિનઅસરદાર 
વિપક્ષને ગજબ મૂંઝવી શકશે

શત્રુ ચડાઈએ તૈયાર
ને આવકારશે આમ સસ્મિત ચહેરે
વૈમનસ્ય વિરોધ જેવી સર્વ આગ, 
બુઝવીને મૃદુ પુષ્પસમ ખીલવશે

સ્મિત! એક સશકત ચેષ્ટા પ્રકાર 
સહજમાં અંતરથી કેવું સ્ફૂરે
નિર્મળ મોહક પકવ ધારદાર, 
તો રહે બેફિકર! અવસ્પર્શ્ય રહેશે...

સ્મિતનો શિષ્ટાચાર...બેબાક!

આભાર...

સપ્ટેમ્બર ૨૦૧૯




Flower Name: Prunus dulcis
Almond, Almond tree
Significance: Smile of Nature
Nature rejoices in her beauty.

No comments:

Post a Comment