Sunday, 29 September 2019

‘વધુ’ બની ભીડ ન જમાવ...


‘પ્રેરણા’ મળી તો ચાલી નીકળ, વિના ગભરાટ
પણ જોજે પીછો કરતો, ખુદનો રસ્તો કંડાર
ઘડામણ, ઘડતર અનન્ય - રીત એ ભ્રહ્માંડ
હવે પ્રમાણિક થઈ સ્વ-પથને એક તક આપ...

અનુયાયી બનાવવા નથી સર્જાતો મેળાપ
કે પ્રભાવવશ ખોવાનો હોય છે સ્વ પડાવ
હા! જોડાઈ શકે એક હદ; સુધી, અનુસાર
પણ નવું શું આવશે? એ પરિપેક્ષે વિચાર...

મળશે સમીકરણો જે જગ જણાવશે ચડાણ
લોભાવતાં પતન જે ખુશામતને ગણે લાયકાત
પડતા મૂક એ વ્યસનો જે અટકાવે વૃદ્ધિવ્યાસ
એક સ્થાને એક જ! ‘વધુ’ બની ભીડ ન જમાવ...

ક્ષમતા દરેકની અંદરુની, એવો એનો માર્ગ
દર વટેમાર્ગુ અહીં, તળેટીથી ટોચનો અવકાશ
શોધવી પોતીકી ટેકરી ને ખૂંદવા પોતીકા પહાડ
ઢંઢોળ હજી થોડું વધુ નીકળશે જરૂર અણધાર્ય.

પ્રભુની પળ પળ કમાલ...

સપ્ટેમ્બર ૨૦૧૯


Flower Name: Dendrophthoe falcata
Significance: Mental Spirit of Imitation
What you cannot find for yourself, you imitate.

No comments:

Post a Comment