Saturday, 7 September 2019

આત્માનાં વેદવિલાસમાં...




વિશાળતા જે આભમાં અંતરમાં મૂકી જરાકમાં!
ખુલવું રહ્યું એ ભવવારમાં, આ જ ફેરે, સંધાનમાં.

મળશે ક્યારે ફરી ટહેલવાં આમ જન્મની લટારમાં
ન માનવજાતનાં હાથમાં, તે અહોભાગ્ય ‘અત્યાર’માં.

તિતિક્ષાની તીવ્રતામાં ને નિષ્ઠાની અપાર અપૂર્ણતામાં
સ્તરો ઓળંગી ચૈતન્યપ્રવાસમાં ને ચૈત્યનાં પડાવમાં.

સતરંગી મેઘધનુષમાં થઈ શાશ્વતીનાં અનંત પ્રસારમાં
પ્રત્યેક અનન્ય સર્જનમાં ને સનાતનનાં પ્રખર સતમાં.

જીવી લેવું અંદરથી બહારમાં, સંદર્ભ સાર ને શાણમાં
સદા ચાતક સમ તૃષાગ્રહણમાં, મળ્યું જે ‘નાં આભારમાં.

ન જાણે શું પેલે પારમાં? તો માણવું બસ! આ વારમાં
ગગન ને ધરાની વચાળમાં, આત્માનાં વેદવિલાસમાં.

જય હો પ્રભુ...

સપ્ટેમ્બર ૨૦૧૯




Flower Name: Dendranthema Xgrandiflorum Chrysanthemum Xmorifolium
Florists' chrysanthemum
Significance: Purified Dynamic Life Energy
Superb, indomitable, all-powerful in its purity.

1 comment: