Tuesday, 19 November 2019

There! Pours ...



There! Pours the divine the golden honey
And whole gets sweeten within the being

What for this descent and it’s outpouring?
Oh Mother! Your grace and care for this opening

Let each string out to the indeed necessary
You decision and your divine willing

OM Mother! At your servitude and feet
‘Morli’ in you and You in every delivery

Lord... Pranam...

Thank you...

November 2019


Flower Name: Laburnum anagyroides
Common laburnum, Golden chain
Significance: Descent of the Light
It flows towards the earth in harmonious waves.

Sunday, 17 November 2019

દેહ મૂક્યાં સ્થૂળનાં તેથી ...


નીરવતા ને કૃતજ્ઞતા - બંને સીડી
અધ્યાત્મ શિખરો ભણી સીધી ગતિ
બંને માર્ગો થકી નિષ્ઠાવાન પૂર્ણયોગી
અનુભવી રહે સૂક્ષ્મમાં શ્રી મા - મહર્ષિ

દૈહિક જડતા અજ્ઞાનતા અન્નકોષી
અવરોધી રહે ગ્રહણશીલતા લચીલી
અણનમ મૃત્યુ રહે પર્યાય અપરિવર્તી
દેહ મૂક્યાં સ્થૂળનાં શ્રી મા - મહર્ષિએ તેથી

અખંડ અમર પ્રખર એવી મૂકી વાણી;
"અમર્ત્ય દેહે અવતરશે ભાવી માનવી,
સંપૂર્ણ દૈહિકવ્યવસ્થા હશે સૂક્ષ્મસંચાલિત,
અવયવ અવલંબન સ્વાસ્થ્ય આધારી.

સમજી શકે અત્રની મનુષ્ય મતિ
મનબુદધિથી પરની સ્થિતિ ગતિવીધી
શરીરી વ્યવસ્થા ને સંચાલન અતિક્રમી
દિવ્યદૈવજાત હશે અધિષ્ઠાતા પૃથ્વી"

ધરા ધન્ય! થકી પરમ બેલડી
નવયુગની માણે ગતિ યુતી...
શ્રીકૃષ્ણે મોકલ્યાં બે સારથિ
શ્રી મા ને શ્રી અરવિંદ મહર્ષિ!

પ્રભો! ધન્ય ધન્ય...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Callistephus chinensis
China aster  
Significance: Transparency in the physical
The physical is preparing itself to be transformed




મા મીરાં! જીવંત સદાય ...


મા મીરાં! તુજ જીવંત સદાય
હૈયે ચૈત્યે સમગ્રે સમાન

એક પોકાર સાચ્ચો પર્યાપ્ત
ને હાજર તવ પરચો પ્રમાણ

નિષ્ઠ તુજ જો યાચક નિષ્ઠાવાન
અભીપ્સા માર્ગે ખુલતાં કમાડ

કરુણામાં ઓગાળે મર્યાદા તમામ
સૂક્ષ્મદેહે હજીયે સર્વજ્ઞસાકાર

માનવજીવ ધરી ધર્યો ઇતિહાસ
સમસ્તને દેવા સમસ્તનો ક્યાસ

ને દેહમાં જગવવા દેહસમ્રાટ, 
સમર્પિત સમન્વય સંગ વિશ્વવિરાટ

રુણી રહેશે ધરા ને ધરાધિરાજ
ઓ જનનેશ્વરી! તવ ચરણે રાજકાજ બ્રહ્માંડ...

શ્રી માતૃચરણે...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Passiflora Incarnata X cincinnata 'Incense'
Passion flower
Significance: Silence
The ideal condition for progress.

Saturday, 16 November 2019

સાક્ષાત પદ્ધતિ ...


ક્રાંતિકારીથી પ્રખર મહાયોગી 
ધરી દર યોગની હસ્તક સિદ્ધિ
ધર્મ ન પીરસતી સજગ તકેદારી
શ્રી અરવિંદે પૂર્ણતાની હદ પહેચાણી

વિદેશી છતાં જન્મે માતયોગીની
ગૂઢ જગતની આજન્મ સિદ્ધેશ્વરી
સર્વાંગ સમર્પિત ઉચ્ચતમ અનુયાયી 
શ્રી માએ મેળવી ઓળખ ‘માતાજી’

સર સિદ્ધિઓ પર સિદ્ધિઓ, હોમી
અતિમનસ ને ચૈત્ય ચેતનાની ભેટ ઉતારી
અધ્યાત્મ ન ખોતી સમન્વયી દ્વિમાર્ગી 
સમગ્રને વણતી, દીધી સાક્ષાત પદ્ધતિ

અંત:ચૈત્ય ને આત્મા જગાવતી
નિર્વાણને માત્ર અવસ્થા ખપાવતી
સમસ્તેથી સ્વતંત્રતાની પૂર્ણપ્રાપ્તિ
પૂર્ણયોગની દીધી સમજ અમલ સૃષ્ટિ

ધરા ધન્ય! થકી પરમ બેલડી
નવયુગની માણે ગતિ યુતી...
શ્રીકૃષ્ણે મોકલ્યાં બે સારથિ
શ્રી મા ને શ્રી અરવિંદ મહર્ષિ!

પ્રભો! ધન્ય ધન્ય...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Nelumbo nucifera
Sacred lotus, East Indian lotus
Significance: Avatar-the Supreme Manifested in a Body upon Earth

Thursday, 14 November 2019

પરે; વિશ્વેશ્વર ને વિશ્વંભરી ...


શ્રી અરવિંદે અતુલ્ય મહાકાવ્ય રચી
અધ્યાત્મને દીધી આધુનિક 'સાવિત્રી'
બ્રહ્માંડને પૂર્ણ સ્વર્ણપ્રકાશમાં ખોલી
માનવજાતની નવભૂમિકા ઉજાળી

શ્રી માએ કણેકણે દિપ્તી ધરી
સૂક્ષ્મ ગતિવીધિને સદેહે કીધી
બ્રહ્માંડ સમગ્રને સમાવતી જનની
વિસ્તરણમાં સમસ્તને ઊરે ભરી

અહો! ચૈતન્ય-શક્તિ મંગળકારી
પરે; વિશ્વેશ્વર ને વિશ્વંભરી
પૂર્ણતાએ મૂકી પૂર્ણ કારીગરી
પૂર્ણ થકી પૂર્ણની પૂર્ણતામાં પૂર્તિ

ધરા ધન્ય! થકી પરમ બેલડી
નવયુગની માણે ગતિ યુતી...
શ્રીકૃષ્ણે મોકલ્યાં બે સારથિ
શ્રી મા ને શ્રી અરવિંદ મહર્ષિ!

પ્રભો! ધન્ય ધન્ય...

નવેમ્બર ૨૦૧૯



Flower Name: Nelumbo nucifera
Sacred lotus, East Indian lotus
Significance: Avatar-the Supreme Manifested in a Body upon Earth

Wednesday, 13 November 2019

રૂપાંતરણની વ્યવસ્થા ...



શ્રી અરવિંદે પ્રગટાવી સૂક્ષ્મ જ્યોતિ
શ્રી માતાજીએ કરી જીવંત કડી

અંદરથી બહાર, આંતરેથી સપાટી
રચી રૂપાંતરણની વ્યવસ્થા આગવી

સંસાર મહી ! પણ કંઈક અલાયદી
અલગાવવાદી, જુગુપ્સા ભરી

ઠેઠ વિલાસી ઠોસ ત્યાગી
શુદ્ધ મધ્યમાં સમતોલ સર્વાંગી

અહો! સમગ્ર વિશ્વ ઉજવે ઉત્ક્રાંતિ
સભાનતામાં હોમેઅર્ધમનપ્રાણી

રુણી રહેશે ભૂમિ ને જીવજનની
ઉમદા ઉત્કૃષ્ટ જે ભેટ પધારી

ધરા ધન્ય! થકી પરમ બેલડી
નવયુગની માણે ગતિ યુતી...

શ્રીકૃષ્ણે મોકલ્યાં બે સારથિ
શ્રી મા ને શ્રી અરવિંદ મહર્ષિ!


પ્રભો! ધન્ય ધન્ય...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Nelumbo nucifera
Sacred lotus, East Indian lotus
Significance: Avatar-the Supreme Manifested in a Body upon Earth

Tuesday, 12 November 2019

મોકલ્યાં બે સારથિ ...


શ્રીકૃષ્ણે મોકલ્યાં બે સારથિ
શ્રી મા ને શ્રી અરવિંદ મહર્ષિ!

ધરા ધન્ય! થકી પરમ બેલડી
નવયુગની માણે ગતિ યુતી...

માનવો રૂપે આત્મા અહીં
શ્વસી રહે દિવ્ય ગતિવીધિ.

બ્રહ્માંડ મધ્યે અહો! વિભૂતિ
વિદારી રહે વિપરીત પવૃત્તિ


યુક્તિયુક્ત ભુક્તિ શુદ્ધિ
ને ભક્તિ સાચી કર્મકર્તવ્યમયી

રોપવા ઉંડે બુદ્ધિવામન મહીં
દિવ્ય તણી અભીપ્સુ વૃત્તિ

અતિક્રમવા ગીતાજીની વાણી
અવતરતાં વિધાનો પ્રદીપ્ત ઊક્તિ...

પ્રભો! ધન્ય ધન્ય...

નવેમ્બર ૨૦૧૯



An Avatar is an emanation of the Supreme Lord who assumes a human body on earth. TM

The word Avatara means a descent; it is a coming down of the Divine below the line which divides the divine from the human world or status.

The Avatar comes to reveal the divine nature in man above this lower nature and to show what are the divine works, free, unegoistic, disinterested, impersonal, universal, full of the divine light, the divine power and the divine love. He comes as the divine personality which shall fill the consciousness of the human being and replace the limited egoistic personality, so that it shall be liberated out of ego into infinity and universality, out of birth into immortality. He comes as the divine power and love which calls men to itself, so that they may take refuge in that and no longer in the insufficiency of their human wills and the strife of their human fear, wrath and passion, and liberated from all this unquiet and suffering may live in the calm and bliss of the Divine. SA

Flower Name: Nelumbo nucifera
Sacred lotus, East Indian lotus
Significance: Avatar-the Supreme Manifested in a Body upon Earth
The pink lotus is the flower of Sri Aurobindo