Sunday, 17 November 2019

દેહ મૂક્યાં સ્થૂળનાં તેથી ...


નીરવતા ને કૃતજ્ઞતા - બંને સીડી
અધ્યાત્મ શિખરો ભણી સીધી ગતિ
બંને માર્ગો થકી નિષ્ઠાવાન પૂર્ણયોગી
અનુભવી રહે સૂક્ષ્મમાં શ્રી મા - મહર્ષિ

દૈહિક જડતા અજ્ઞાનતા અન્નકોષી
અવરોધી રહે ગ્રહણશીલતા લચીલી
અણનમ મૃત્યુ રહે પર્યાય અપરિવર્તી
દેહ મૂક્યાં સ્થૂળનાં શ્રી મા - મહર્ષિએ તેથી

અખંડ અમર પ્રખર એવી મૂકી વાણી;
"અમર્ત્ય દેહે અવતરશે ભાવી માનવી,
સંપૂર્ણ દૈહિકવ્યવસ્થા હશે સૂક્ષ્મસંચાલિત,
અવયવ અવલંબન સ્વાસ્થ્ય આધારી.

સમજી શકે અત્રની મનુષ્ય મતિ
મનબુદધિથી પરની સ્થિતિ ગતિવીધી
શરીરી વ્યવસ્થા ને સંચાલન અતિક્રમી
દિવ્યદૈવજાત હશે અધિષ્ઠાતા પૃથ્વી"

ધરા ધન્ય! થકી પરમ બેલડી
નવયુગની માણે ગતિ યુતી...
શ્રીકૃષ્ણે મોકલ્યાં બે સારથિ
શ્રી મા ને શ્રી અરવિંદ મહર્ષિ!

પ્રભો! ધન્ય ધન્ય...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Callistephus chinensis
China aster  
Significance: Transparency in the physical
The physical is preparing itself to be transformed




No comments:

Post a Comment