ક્રાંતિકારીથી પ્રખર મહાયોગી
ધરી દર યોગની હસ્તક સિદ્ધિ
ધર્મ ન પીરસતી સજગ તકેદારી
શ્રી અરવિંદે પૂર્ણતાની હદ પહેચાણી
વિદેશી છતાં જન્મે માતયોગીની
ગૂઢ જગતની આજન્મ સિદ્ધેશ્વરી
સર્વાંગ સમર્પિત ઉચ્ચતમ અનુયાયી
શ્રી માએ મેળવી ઓળખ ‘માતાજી’
સર સિદ્ધિઓ પર સિદ્ધિઓ, હોમી
અતિમનસ ને ચૈત્ય ચેતનાની ભેટ ઉતારી
અધ્યાત્મ ન ખોતી સમન્વયી દ્વિમાર્ગી
સમગ્રને વણતી, દીધી સાક્ષાત પદ્ધતિ
અંત:ચૈત્ય ને આત્મા જગાવતી
નિર્વાણને માત્ર અવસ્થા ખપાવતી
સમસ્તેથી સ્વતંત્રતાની પૂર્ણપ્રાપ્તિ
પૂર્ણયોગની દીધી સમજ અમલ સૃષ્ટિ
ધરા ધન્ય! થકી પરમ બેલડી
નવયુગની માણે ગતિ યુતી...
શ્રીકૃષ્ણે મોકલ્યાં બે સારથિ
શ્રી મા ને શ્રી અરવિંદ મહર્ષિ!
પ્રભો! ધન્ય ધન્ય...
નવેમ્બર ૨૦૧૯
Flower Name: Nelumbo nucifera
Sacred lotus, East Indian lotus
Significance: Avatar-the Supreme Manifested in a Body upon Earth
No comments:
Post a Comment