પ્રભુ,
આ કયો અધ્યાત્મ ‘ધરમ’ જે ડરાવે,
‘સાચ્ચો ભક્ત થઈશ તો રોજગાર જાશે,
આર્થિક માનસિક અવલંબન આવશે ને
પાઈપાઈનો મોહતાજ જીવનપર્યંત થાશે,
મનો-પ્રાણ-અન્નકોષનું દારિદ્ર જામશે,
વણપલટાતાં વહેણમાં જીવન ભરાશે,
વરણાગીયાં પરભુવેડાં મૃત્યુ સુધી ચાલશે,
માટે સમર્પણ સુધી નહીં જવાનો નેમ રાખજે?
ને જો ગયો તો ‘સમાજ’ તિરસ્કારશે - જાણજે,
બાપડાં બિચારાંમાં, નાસીપાસમાં ખપાવશે,
જીવનથી હારેલો એટલે શરણું માંગતો - ઠેરવશે,
અલગાવમાં મૂકી નીચાજોણું - ટીકામાં જોખાવશે?’
પ્રભુ,
પ્રખર થાઓ! બદલો તવ ભૂમિકા ને પ્રભાવ
ને જાણે સમસ્ત! કે પ્રભુભક્તિ શુદ્ધિ સામર્થ્યનો પડાવ
મબલખ સમૃદ્ધિ અહીં જ્યાં ભક્તિ નિષ્ઠ પ્રભુપ્રમાણ
ભવપાર ને ભવાટવી પણ જાણે સરકે કૃપાપ્રવાહ...
પ્રભુ ચરણે...
નવેમ્બર ૨૦૧૯
Flower Name: BeWrightia tinctoria
Pala indigo plantgonia
Significance: Religious Thoughts
Can only be utilised when it is freed from the influence of religions.
No comments:
Post a Comment