રૂઢી પણ આદત છે જાણ!
વ્યવહાર, ચેતા કે ધર્મ સંગાથ...
જયાં જ્યાં ચગળાવને અવકાશ
અનુસરણ આંધળું ને બેબુનિયાદ,
ક્યાંક અવ્યવહારુ ને અનાયાસ
અવગણી શકાય પણ ટેવ પ્રભાવ
કંઈ કેટલુંય ચાલે ગાડરિયે પ્રવાહ
અચાનક, અભાનતામાં વિના પ્રયાસ!
ક્યારેક વિચારવું: શાને આ વર્તન આમ,
જરૂરી હતું આમ જ, કે અન્યરીતે થાત?
ને જવાબોમાં ખુલે નવીન આકાશ
ખુલ્લું, સ્ફુરણાત્મક
ને અવસ્પર્શ્ય અગાધ
ચેતાઓને પણ પડવી ટેવ આદતપાર
ગણિત ન હોવું જેનો ચોક્કસ સીમિત જવાબ
પળ પળ જીવાય એમ જ અંદરથી બહાર
સભાનતામાં! ને એક એક આદતોને રામ રામ...
પ્રભુ!
નવેમ્બર ૨૦૧૯
Flower Name: Stemmadenia litoralis Stemmadenia galleottiana
Significance: Purity in Action
When action is initiated by the Divine Will, it is pure.
No comments:
Post a Comment