વાસના શાને અર્પણમાં બાકાત?
સંવનન પણ પામે એમાં સ્થાન.
તદ્દન એ જ ક્ષણે થવું અર્પિત પ્રદાન
પ્રક્રિયા મધ્યે શ્રી માને આહ્વાન
જુઓ ઓગળતી ગતિ...સમાપ્ત!
જોશ, રોષ, શાંત. દેહ સત સભાન.
શાને ન દર ‘એ’ ‘એ’ ક્ષણે પોકાર?
શાને દમન, શમનનાં વિકૃત ઉપચાર?
શરમ શાને જયાં જગજનની સાથ
સંકોચ શાનો? મિત્ર, માર્ગી, સખી માન!
છૂટી છોડે એ તત્વ આપોઆપ
મૂળેથી નીકળી ઉર્જાને સંચારે ઉર્ધ્વધામ
બસ! ખુલ્લાં થવું જાણે પુસ્તકના પાન
અર્પણમાં એકોએક ભાવ, ભાન, પ્રાધાન્ય
બાકી શું પછી શ્રી માથી અજાણ
ઢાંક્યું, સંતાડ્યું - શું એનાંથી છુપાય?
જો ઉદ્દેશ્ય ઉદ્દાત ને ઉત્તમને તૈયાર
તો શ્રી મા હાજરાહજૂર! સર્વકંઈ ઓગાળે તત્કાળ
બસ! નિષ્ઠાભર્યાં
પ્રયત્નો પર્યાપ્ત
ને શ્રી ચરણોમાં હોમ લગાતાર...
પ્રભુ જ લઈ જાય દ્વૈત પાર...
શ્રી માતૃચરણે...
નવેમ્બર ૨૦૧૯
Flower Name: Anthurium andreanum
Flamingo flower, Flamingo lily, Oilcloth flower
Significance: Mastery of Sex
Instead of being dominated by sexual impulses, one must put them under the control of the highest will.
No comments:
Post a Comment