Sunday, 17 November 2019

મા મીરાં! જીવંત સદાય ...


મા મીરાં! તુજ જીવંત સદાય
હૈયે ચૈત્યે સમગ્રે સમાન

એક પોકાર સાચ્ચો પર્યાપ્ત
ને હાજર તવ પરચો પ્રમાણ

નિષ્ઠ તુજ જો યાચક નિષ્ઠાવાન
અભીપ્સા માર્ગે ખુલતાં કમાડ

કરુણામાં ઓગાળે મર્યાદા તમામ
સૂક્ષ્મદેહે હજીયે સર્વજ્ઞસાકાર

માનવજીવ ધરી ધર્યો ઇતિહાસ
સમસ્તને દેવા સમસ્તનો ક્યાસ

ને દેહમાં જગવવા દેહસમ્રાટ, 
સમર્પિત સમન્વય સંગ વિશ્વવિરાટ

રુણી રહેશે ધરા ને ધરાધિરાજ
ઓ જનનેશ્વરી! તવ ચરણે રાજકાજ બ્રહ્માંડ...

શ્રી માતૃચરણે...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Passiflora Incarnata X cincinnata 'Incense'
Passion flower
Significance: Silence
The ideal condition for progress.

No comments:

Post a Comment