બસ! આટલા આટલામાં જ શોધીશ
કે પુનરાવર્તન ભૂતકાળમાંથી પેરવીશ
હે કારણ તારણ હેવાયું મન! ત્યાં જ અટકીશ?
કે જૂની આદતોનાં મેળાવડાને પલટાવીશ,
ટેવોનાં ચક્કરોનાં ચકરાવને રોકીશ
ને છતાંય કંઈક જૂદું નવલું અનેરું ખોળીશ?
ખુલ્લાં મોકળાં દ્વાર, એકવાર કરી જોઈશ!
સમજાશે કે નાવીન્યથી કેટકેટલું ગૂંથી શકીશ
ને પરિઘો ને સીમાઓને નવ વિસ્તાર દઈશ.
એકવાર માન્યતાને, ફાવટને અવગણીશ!
આકરું લાગે, ભલે ને! તો પણ ડટી રહીશ?
પછી જો કેવા ખુલે આયામો! સરળતાથી સર કરીશ...
એક પ્રયત્ન ને શિરપાવ હાજર...
પ્રભુ!
ઓક્ટોબર ૨૦૧૯
Flower Name: Dillenia suffruticosa
Significance: Effort towards the Truth
Should exist in all men of goodwill.
No comments:
Post a Comment