Saturday, 23 November 2019

જાણે સામાન્ય જીવનસરણી ...


અનેકો સિદ્ધિઓને ભૂમિ ધરી
માનવજીવન મધ્યે અસરદાર
જાણે સામાન્ય જીવનસરણી
ને છતાંય સ્તર દિવ્યઔદાર્ય...

વામન માનવ મનમતિ વામણી
ત્યાંથી જ મૂકી શરૂઆત
લઈ જાય આયામો અંતરિયાળ પ્રતિ
ને છતાં સાંસારકર્તવ્યો ફરજિયાત...

સિદ્ધિને દેહસ્થ સિદ્ધ કરી
પરમ પૂર્ણરૂપે ચરિતાર્થ
ઓ મહર્ષિ! ઓ ભગવતી!
શતશત નમન તવ આવિર્ભાવ...

પ્રભો...


નવેમ્બર ૨૦૧૯





Flower Name: Mimusops elengi
Spanish cherry. Medlar, Tanjong tree  
Significance: Accomplishment
Accomplishment is undoubtedly the fruit of patience.


No comments:

Post a Comment