Friday, 1 November 2019

ભક્ત નિરંતર આનંદે ...


માન્યો વિખરાવને અવકાશ, એટલું તાદાત્મ્ય વધશે
સંસારકાર્ય મધ્યે શુદ્ધ નિષ્ઠ સમર્પિત ભક્ત આનંદે

ફરજિયાત ગ્રસ્ત વ્યસ્તતાઓમાં મસ્તી જ ફક્ત વધશે
કર્તવ્ય ગણી નગણ્ય કરી અર્પણમાં ભક્ત આનંદે

કર્મો પણ પલટાયેલાં પછી સ્વસ્થ સમથળ વધશે
શાંત ચેતા ને ચેતના શાંતિમાં ભક્ત નિરંતર આનંદે

કર્મસ્થળ ને વાતાવરણમાં એકત્વની સુગંધ વધશે
પરમ દીધી દ્રષ્ટિ શ્રુતિ સંગતિમાં ભક્ત તો આનંદે

દરેક કાર્ય દીપી ઊઠશે ને અણધાર્યો ઓપ વધશે
ને અંતરધ્યાને ને છતાં સચોટ સદાય ભક્ત આનંદે

હાજરી દિવ્યતત્ત્વની, સદાબહાર, વર્તાતી વધશે
દિવ્યરત દિવ્યકરણ દિવ્યસંકુલમાં ભક્ત ‘મોરલી’ આનંદે...

જય જય જય હો! આનંદો આનંદો...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Kleinhovia hospita
Significance: Joy in Fairyland
Light smiling, effortless, it invites us to share its joy.

No comments:

Post a Comment