Wednesday, 27 November 2019

સહસ્ત્ર પરિણામ ...


સંસાર મધ્યે: ન વ્યસ્ત ન અલગાવ
પૂર્ણ પર્યાપ્ત. ન કોઈને કોઈ ફરિયાદ.

વાહ મા! આ તુજનો જ નક્કર આવિર્ભાવ
મનુષ્ય મેદનીમાં ક્યાંથી આવો અવકાશ?

તવ કર્યું જ હોય આવું ઠોસ પ્રાવાધાન
નહીં તો કોઈને કશુંક જરુર કનડે ક્યાંક!

સરળ થતાં રસ્તાઓ ને સ્થાન, ભાન
જે જે મળતાં રસ્તે, મેળવે સમાધાન.

તવ કર્યું જ હોઈ શકે સહસ્ત્ર પરિણામ
એક તીરે પ્રગતિ પામે અક્ષૌહિણાં નિશાન

લે મૂક્યું તવ ચરણે : સાન ભાન ધન વિધાન
તુજથી તુજનો ઉદ્-ભવે સાક્ષાત્ આવિષ્કાર...

પ્રભો પ્રણામ!

નવેમ્બર ૨૦૧૯



Flower Name: Begonia 
Significance: Integral Balance
It multiplies itself so as not to be static.

No comments:

Post a Comment