Sunday, 3 November 2019

એ મૂડી અલભ્ય!


ભાવ, ભક્તિ ને ઈશ્વરનો સોદો ના કર
ચલણરૂપે એને જીવનમાં ના ગણ
અદલાબદલી માટે નથી. એ મૂડી અલભ્ય!
જતનથી જાળવ, ઇજ્જતથી નમ.

નથી કોઈ વ્યવહાર દુન્યવી કે પરમ
જયાં જાત છેતરીને મળે કોઈ જશ
રખવાળી આત્મસ્વરૂપની પહેલો નિયમ
શરૂઆત એ પછી જ, પૃષ્ઠભૂ હોવી મક્કમ.

દ્રવ્યપ્રવાહને વહેતો કરવા સમાધાની અધમ?
ખુદની જરૂર માટે ખુદનો જ લે વેચ ને ખર્ચ?
સમૃદ્ધિ માટે મહેનત સાથે યોગ્ય મનોવલણ
હોય તો જ પ્રતિસાદ મળે ને ફળે આમંત્રણ.

આંગણું સજાવવા હોવું વિશાળ હ્રદય
ને સમસ્તને નમતું નમનીય મસ્તક
અસંભવમાં ફળપ્રાપ્તિ જોતી ખંત ધગશ 
ને શ્રદ્ધા જે જોતી પરમહસ્ત અદ્રશ્ય...

જય પ્રભુ ...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Nymphaea
Water lily
Significance: Integral Wealth of Mahalakshmi 
Wealth in all domains and all activities, intellectual, psychological, material, in feeling and action

No comments:

Post a Comment