શ્રી અરવિંદે અતુલ્ય મહાકાવ્ય રચી
અધ્યાત્મને દીધી આધુનિક 'સાવિત્રી'
બ્રહ્માંડને પૂર્ણ સ્વર્ણપ્રકાશમાં ખોલી
માનવજાતની નવભૂમિકા ઉજાળી
શ્રી માએ કણેકણે દિપ્તી ધરી
સૂક્ષ્મ ગતિવીધિને સદેહે કીધી
બ્રહ્માંડ સમગ્રને સમાવતી જનની
વિસ્તરણમાં સમસ્તને ઊરે ભરી
અહો! ચૈતન્ય-શક્તિ મંગળકારી
પરે; વિશ્વેશ્વર ને વિશ્વંભરી
પૂર્ણતાએ મૂકી પૂર્ણ કારીગરી
પૂર્ણ થકી પૂર્ણની પૂર્ણતામાં પૂર્તિ
ધરા ધન્ય! થકી પરમ બેલડી
નવયુગની માણે ગતિ યુતી...
શ્રીકૃષ્ણે મોકલ્યાં બે સારથિ
શ્રી મા ને શ્રી અરવિંદ મહર્ષિ!
પ્રભો! ધન્ય ધન્ય...
નવેમ્બર ૨૦૧૯
Flower Name: Nelumbo nucifera
Sacred lotus, East Indian lotus
Significance: Avatar-the Supreme Manifested in a Body upon Earth
No comments:
Post a Comment