Tuesday, 5 November 2019

રમત જ એટલે રમે કે ...


નિમ્નસ્તરે પ્રકૃતિની હોય ખેંચ પકડ
વિરોધાભાસથી ઉપજાવે ધારી અસર

એક પછી બીજાની વારી ફેરબદલ
વારાફરતી વારા સુખદુ:ખની ઊતરચડ

ભલે અસ્થિર અણધારી પણ સૂચક 
પ્રકૃતિની સફરના લાભાલાભ અકળ

નીકળી શકે માનવી એ સ્તરમાંથી સમર્થ
જો સમર્પણમાં મૂકે અસ્તિત્વની દરેક ઘડત

પલટાય પ્રકૃતિ કારણ લક્ષ પરિવર્તન
રમત જ એટલે રમે કે જાગૃત થાય માનવ

ને બેધારમાંથી નીકળી સમજે સ્વ સક્ષમ
ને આત્મા નિર્દેશમાં રચે મહામૂલું જીવન

આત્મચેતના તો સદાય પ્રભુનું ઘર
વિના આવનજાવન સ્થિર સમ સ્વસ્થ

ચેતનાનાં એ સમત્વ સ્તરમાં પહોંચ
સુખદુ:ખની નથી હરીફાઈ કે દોડાદોડ

સ્થાયી સ્વાસ્થ્યવર્ધી શુદ્ધ સમતોલન
જીવનઉદ્દેશ્યને લગતું પૂર્ણ વાતાવરણ...

આ જ તો શ્વસન મર્મ...પ્રભુ!

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Begonia
Significance: Perfect Balance
One of the most important conditions of a growing peace.

No comments:

Post a Comment