Friday, 29 November 2019

ને સર્જાશે જો!


બહુ ના વિચાર! એક ડગલું ઉપાડ
નિષ્ઠાભરી પા પા પગલી તો માંડ
જોજનો,ભવોનાં કુદાશે આપોઆપ

નથી અહીં કોઈ ગાણિતીક હિસાબ
કે ચોકઠામાંથી નીકળતો જવાબ
કે આધારિત અટકળ, અનુમાન!

ગમે તે હો પરિસ્થિતી કે સમાધાન
સ્થિતી, કીર્તિ, ઉપલબ્ધિ કે સંગ્રામ
નથી કોઈ સમીકરણ કે સિદ્ધીકમાન

નિર્દોષ નિર્મળ નિશ્ચિંત લગનીલગાવ
પ્રભુનિશ્રામાં સ્વપ્ન, નિંદ્રા, જાગ્રતભાગ
અસર લસરકો યે નહીં સિવાય!

ને સર્જાશે જો! કેવાં અકળ અનાયાસ
યોગાનુયોગ જાણે! નક્કર સંયોગ ચઢાણ
ને અનુભવાશે જીવતેજીવત જીવંત પરિણામ...


પ્રભુ પ્રણામ...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Plumeria rubra
Frangipani, Temple tree, Nosegay, West Indian jasmine, Pagoda tree   
Significance: Psychological Perfection on the way to Fulfilment
The state of those who take up the Yoga seriously

No comments:

Post a Comment