આત્મરતિ પણ શ્રી માને સોંપું
એહનું દેહસ્વરૂપ એહને ગમવું
એજ દેખીતું માનવદેહ માળખું
અન્યસ્તરનું અહીં જીવે સરવાળું
સંસારમય, મધ્યે સંસાર સવારતું
જુદા જ ઇરાદે અનન્ય અવતરણભર્યું
આત્મરાગ અવરોધે જો માંહ્યલું
સંનિધીને ક્યાં મમત્વમાં ખોવું?
દિવ્યકરણીમાં સ્વ-સ્વસ્થને પામું
આત્માગતિનું માણું ક્રિડાંગણ ફાંકડું
એહનું એહથી દીધું દીપે કચકડું
જીવે મહીં દિપ સકળ દિવ્ય તણું...
જય હો શ્રી...
નવેમ્બર ૨૦૧૯
Flower Name: Dahlia
Significance: Vanity
One of the most frequent forms of falsehood
No comments:
Post a Comment