ખરી તુજની કમાલ!
સંજોગ જ ન ઘટે જેમાં નુકસાન,
ખટાશ, ખટરાગ, ખોટને અવકાશ
કોઈક જુદા જ સ્તરેથી ચાલે વ્યવહાર
લેનદેનમય, પણ ઉમેરે પોતીકો સ્વભાવ
જાણે મુકામ ભણી વિશેષ વ્યવસ્થા ખાસ!
અદ્રશ્ય, સહયોગી, પોષતી પોષક સંભાળ
મુક સૂચનોથી દોરાતું અનન્ય પ્રયાણ
ને શેષ અન્ય મેળવે રોકાણ અનાયાસ!
અહો! દિવ્ય ભેટ જ! આ ને કેટલીય આમ!
ધન્ય ધન્ય અહીં ‘મોરલી’ તવ ચરણે સકળ સદાકાળ...
શ્રીમા-પ્રભો!
નવેમ્બર ૨૦૧૯
Flower Name: Sinningia speciosa
Florists’ gloxinia, Brazilian gloxinia, Violet slipper gloxinia
Significance: Balanced use of the Integral Power
In truth, power can only become integral when it is used in a balanced way
No comments:
Post a Comment