Saturday, 30 November 2019

ચોખ્ખાઈનું મહત્વ...


આંતર બાહય ચોખ્ખાઈનું મહત્વ

ન ઓછું, ઊણું કે જવલ્લે મૂલ્ય

આંકવું સર્વોપરી સદાય, અચૂક
એક સમયે એ જ જીવાદોરી નિશ્ચિત

સફાઈ નોતરે નવીન અનન્ય
રિક્ત કરે સ્થાનો, અકારણ વ્યસ્ત

જળસ્નાન ને ચેતનાસ્નાન અજળ
અનિવાર્ય નિશદિન વિના રોધ

સ્વસ્થ સરળ સહજતું સ્વાસ્થ્ય
ને બક્ષે દિવ્ય સંધાન અદમ્ય 


રહે આનંદનું રહેણાક નિરંકુશ

મળવે અભીપ્સા-અવતરણ નિસરણી આદ્યંત...

જય હો પ્રભો!

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Convallaria majalis
Lily of the valley
Significance: Power of Purity
Purity is the best of powers.

No comments:

Post a Comment