Saturday, 23 November 2019

મેળવ્યા શ્રીકૃષ્ણ સાક્ષાત્ ...


સ્વર્ણચેતનાનો અંદેશો પામી સફરની થઈ શરૂઆત
જેલ મધ્યે શ્રીવિવેકાનંદે દર્શન દઈ સુણાવી વાણીવાક

એકાગ્ર અવિચળ અર્પણમાં એક એક કરી ચરિતાર્થ
પંડે ઝીલી પ્રત્યેક સ્થૂળ સુક્ષમ મર્ત્ય અમર્ત્ય કચાશ

ભેટે મૂક્યાં સઘળાં સિદ્ધિસિદ્ધ ઉપસ્થિતી ને માર્ગ
માનવ ઉદ્ધાર કાજે સરળતાથી સરકવા ચડાણ

વણથંભી જાણે! હજી...હજી...જ્યાં સુધી મેળવ્યા શ્રીકૃષ્ણ સાક્ષાત્
ચૈત્યતત્ત્વ જાગ્રત કરી જગવ્યા આત્માથકી મન મતિ પ્રાણ

ને વળી પાછી સફર આરંભી ઊતારવા કૃષ્ણને પળપળ જીવંતદ્રષ્ટાંત
સદી પૂર્વે આજ દિને શ્રી અરવિંદે મેળવ્યો જીવનનો સિદ્ધિ પ્રસાદ

તત્તપશ્ચાત જે જે જીવ સશક્ત તૈયાર, મેળવે અધ્યાત્મ મંડાણ
આજ નહીં તો કાલ, નહીં તો કોક ભવે ભાવિ નક્કી સર્વજાત

પ્રભુ, સિદ્ધિ દિને પ્રણામ...

નવેમ્બર ૨૦૧૯


Flower Name: Salvia farinacea
Mealy sage, Mealy-cup sage  
Significance: Krishna’s Light in the Overmind
The Overmind ready to be Divinised

No comments:

Post a Comment