Thursday, 28 November 2019

અયોગ્ય નથી ...


અયોગ્ય નથી રતિક્રિડા કે ભોગ સંભોગ ચેષ્ઠા
ઘડી, ઘટના, ક્રિયા! તેમ સમાગમની પણ જગ્યા

માનવજાતનાં સર્વાગ વિકાસને તબક્કો જાણવો અનિવાર્ય
પણ યાદ રાખવું જરાકસંતોલન હોવું - બુનિયાદ

બરબાદી નોતરે રમમાણ! હાવી થઈ તોડાવે યથાયોગદાન
ઉર્જાનો ભલે સ્ત્રોત મનાય હકીકતે વ્યય, ખર્ચ માંગે બેહિસાબ 

કાબુ કરે સંપૂર્ણ દેહ મન મતિ પ્રાણ ભાન
સતત રાચે કલ્પન ક્રિડામાં આતુર ઇન્દ્રિયો ને ચેતા જાળ

આત્માનું ભૂલાવે જાગૃત અનુષ્ઠાન ને પોષાવે સંસાર પ્રભાવ
આંતર છૂટે ને છોડાવે ભીતરનો અનુસાશક સમ્રાટ

સમય આવ્યે થતો હોય છે માંહ્લલો સભાન
જ્યારે અન્ય સંસાધનો લઈ શક્યાં હોય જરુરી બદલાવ

અંદેશો આવતો રહે જ્યારે અર્પણ અનિવાર્ય
બસ! મૂકતાં રહેવું, કરવાં ચેતનાનો ઉદ્ધાર

પ્રભુ સ્મરણ સમર્પણ હંમેશ પથ પ્રકાશ...

નવેમ્બર ૨૦૧૯



Flower Name: Lupinus
Garden lupine, Lupine
Significance: Stages to the Supreme
We will go through as many stages as necessary, but we will arrive.

No comments:

Post a Comment