Sunday, 24 November 2019

ડરથી ડરવું કે ...


અજાણનો ડર છૂપો ક્યાંક
સહૂલિયતને દે અગ્ર ક્માંક

નવું હશે તો છૂટશે આરામ
ટકાવવું ચીલાચાલું - સલાહ

ભલે કટાય બુદ્ધિ બળવાન
ખરચવી બધી મહીં ઘેટા-ઘટમાળ

ક્યાંની પ્રગતિ ને ક્યાંનો ન્યાય
કોને થયો અન્યાય, જરા વિચાર!

ખુદને તક આપવી નિઃસ્વાર્થ
સમસ્ત કલ્યાણ કાજે બિનઅપવાદ

નથી સ્વકેન્દ્રિત પણ એકાગ્ર પ્રયાસ
ડરથી ડરવું કે પોષવું સ્વ સ્વાયત્ત સ્વાસ્થ્ય?

પ્રભુ પણ ચૂંટે માર્ગ
નિર્ભય થઈ નીકળી ચાલ...ચાલ...ચાલ...

પ્રભો...

નવેમ્બર ૨૦૧૯



Flower Name: Solanum melongena
Egg-plant, Aubergine, Brinjal, Jew’s apple
Significance: Fearlessness in the Vital
Goes straight to its goal and fears no inclemency.

No comments:

Post a Comment