નથી ...
... તીવ્ર સંવેદનોનો ‘સંભારો’ ભક્તિ
...અતિશયોક્તિનો ‘સંથારો’ ભક્તિ
...અશ્રુ આલિંગનનો સથવારો ભક્તિ
...રુક્ષ અલગાવનો વરતારો ભક્તિ
...અસવાર બનતા પ્રભાવો ‘ભક્તિ’
...ઢાંકપિછોડ રમતી ક્ષતિઓ ભક્તિ
...રુદન દર્દનો મહાવરો ભક્તિ
...ચગળાંતા અટ્ટહાસ્યો ભક્તિ
...મહેરામણનો શામિયાણો ભક્તિ
...પલાયન એકલતાનાં ભાવો ભક્તિ
...જ્ઞાન સ્તવનનાં મમળાવો ભક્તિ
...નીતિરિવાજનાં નામકરણો ભક્તિ
...વૈરાગ્યવાદનો દેકારો ભક્તિ
...સ્ખલન ઉન્માદનાં પશ્ચાતાપો ભક્તિ
...પહેરવેશે દેખાતો ભગવો ભક્તિ
...સમાધિમાં સંતાયેલ સંતાપો ભક્તિ
...સંસારત્યાગનો આશરો ભક્તિ
...ખુદ ખુશામતનો સહારો ભક્તિ
...ઘણી ઘણી અવસ્થાઓ જાણીતી અજાણી!
‘મોરલી’ બસ! પ્રમાણિક થઈને અર્પી રહે એ ભક્તિ.
પ્રભુ...
નવેમ્બર ૨૦૧૯
Flower Name: Couroupita guianensis
Cannonball tree
Significance: Unselfish Prosperity
Remains only with him who offers it to the Divine.
He who receives it abundabtly gives all that he has as he receives it.
No comments:
Post a Comment