Tuesday, 23 June 2020

ફરક એટલો જરૂર કે ન હવે...



પરમ અનુકંપા જ ઉતરતી ને બનતા પ્રેમ કે તિરસ્કાર વિશેષ
એ અંતિમ અગ્રિમો એક જ તત્ત્વરૂપ તિરસ્કાર કહો કે પ્રેમ 

એ જ પ્રવાહ પલટાતો જે હતો ભીનો પ્રતિ કોઈ ખાસ એક
બનતો સુષ્ક તીખો ટટોલતો પણ હજીયે એ જ એ જ પ્રેમ

ફક્ત ભાવ વ્યવહારમાં જણાતો નફરતભર્યો ઊખડેલ ઠેઠ
પણ પૂંઠળે સાવ એ જ કરુણા ધોધ ને થકી માનવજોગ પ્રેમ

એક અનન્ય સફરનાં આરંભે બંને વ્યક્તિઓ ને ભાવવેષ
ઓળખવા ને પચાવવા એ રૂપ જે પરમ તણું - દ્વિપાસુ પ્રેમ

હળવે હળવે ઉકેલતો ને અલગ થાતો એ પ્રભાવ પ્રદેશ
સમય સંજોગ સાથે સમજાતો કે આ તો મુખવટો હતો પ્રેમ

શરીર મન મતિ સ્વીકારે અન્ય માત્રા પાત્રતા ને ઉદ્દેશ
વળી પાછો ફરી વળતો લીલોતરી ને રુમઝુમ વરસતો પ્રેમ

ફરક એટલો જરૂર કે ન હવે શરીરી કે વાસનાવૃત ટેવ
પણ શુધ્ધ સાત્વિક સહજ સ્નેહમય ને પરમપ્રસાદરૂપ પ્રેમ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Rosa

Rose

Significance: Human Passions Changed into Love for the Divine

May they become a real fact, and their abundance will save the world.

Monday, 22 June 2020

પડછાયો છાંય!



દયા કરતાં ઉત્તમ સદ્વ્યવ્હારભાવ
સમાયાં ‘માં શુભભાવ ઈરાદો પરિણામ 

દયા હજી જણાવે ઊંચનીચ ક્યાંક
ન સમસ્તરે બંને પક્ષ ને પ્રમાણ

દયામાં ડોકાય તરફેણનો ઉપકાર
દબાણ સાધતો અંકુશ પ્રભાવ

દયાથી પહોંચતો પડછાયો છાંય
ન હકીકતે મળતો કાયમી ઇલાજ

સદ્વ્યવ્હારની અસર ચેતના પર વરતાય
બળ બની પોષી રહે ને બને મદદગાર

ન અભિવ્યક્તિની જરૂર ન માધ્યમ ખાસ
ફક્ત એક શુધ્ધ ભાવ ને પહોંચતો તત્કાલ

ટટાર ખડો થતો વ્યક્તિ ને સમજતો સાફ
‘હિંમતભેર કેવું વધવું’ મેળવતો માર્ગ 

દયાને દાટી દો ને જુવો સ્થિરદ્રષ્ટિથી એકવાર
શું ખરેખર આ અદ્-ભૂત પૃથ્વી પર છે કશુંય દયાપાત્ર?

સર્વકંઈ પ્રભુ સંતાન... ક્યાંથી ઉણું?...ફક્ત સન્માનનીય સર્વાંગ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Lobularia maritima

Sweet Alison, Sweet alyssum

Significance: Goodwill 

Modest in appearance, does not make a show but is always ready to be useful. 

Sunday, 21 June 2020

જો અહંકારી હોત, તો!



પ્રભુ જો અહંકારી હોત, તો!

અહંકાર સર્વોપરી હોત
સમસ્ત ન ઉત્ક્રાંતક હોત
મનુષ્ય ન વિકાસશીલ હોત

પશુ પક્ષીમાં ન ગર્જન કલરવ હોત
વૃક્ષ ઉપવનમાં ન વસંત પાનખર હોત
કુદરતનાં ન ઋતુરંગરૂપપ્રકાર હોત

પ્રેમનું ઝરણું ન સમુદ્ર હોત
અનુકંપાનું ન અસ્તિત્વ હોત
કૃતજ્ઞતાની ન ઉદભાવના હોત

મનુષ્ય-દિવ્ય વચ્ચે ન ચેતનાતંતુ હોત
પ્રત્યેક સ્તરોનું પુનરુત્થાન ન શક્ય હોત
દિવ્યતા મનુષ્યતા અવરજવર પ્રતિબંધિત હોત

ધન્ય પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Hibiscus mutabilis

Cotton rose, Confederate rose mallow

Significance: The Divine Grace

Thy goodness is infinite, we bow before Thee in gratitude.

Saturday, 20 June 2020

પરમ... પ્રેમ પ્રશાંત...



પ્રેમ જ છે આ સકળનો સાર
ને પ્રેમ જ જોડે સાંગોપાંગ
વિના અવરોધ કે સાંધ
સળંગ સરકતું સુંવાળું સર્વાંગ

જાણવો મૂળનો ને તત્ત્વસ્થાન
માન્યતા વ્યાખ્યા એષણા પશ્યાત
સંબંધો સંવિધાનો પરે સભાન 

સ્થાયી નીરવતામાં પછી ઉગતો પ્રવાહ
જોડતો હળવે હળવે એક એક જોડાણ
નવેસરથી જાણે! નવ જન્મ જ જાણ!
ને સમજાવતો, સમજાતો તંતુતાર...

અરે! આ...! એમ પ્રેમનો ઉઘાડ
અકલ્પ્ય જે ક્યારેય ન અનુભવ્યો આમ
ન એલફેલ ન મનો-પ્રાણમય વ્યય જરાય
ઠોસ, તેજસ્વી ને પોષક પ્રસાર

અણજાણ્યાં ને અણદીઠાં લાવે બદલાવ
સહજમાં ને સહજતાથી આપ-લે સન્માન
ન છીછરું ન તીણું ન ખરબચડું વરતાય
કુણું સુંવાળપમાં નવતંતુએ જીવતું થાય

અહો દિવ્યમાત! તવ કૃપા ને તવ હાથ
તવ ઘડ્યાં આ મહામૂલાં ફેરફાર
તવ શક્તિ ને તવ નિર્મિત વિધાન
નતમસ્તક વંદને રહું ધરી તવ પ્રેમ કુમાશ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Hibiscus mutabilis

Cotton rose, Confederate rose mallow

Significance: Victorious Love

Sure of itself, fearless, generous and smiling.

Friday, 19 June 2020

મ્હાત કરી શકશે... પશ્ર્નો કાળ...



પ્રકૃતિ ભલેને કરે દબાણ
જાતજાતનાં સંજોગ વહેણો લઈ જાય આમથી આમ
તું ન મચક આપ, માનવજાત
તેં કંઈક ભવો જીવ્યાં છે આ પૃથ્વી પર નિષ્ઠા સાથ

તારાં જ વાપરે ઉર મસ્તક હાથ
ને એ થકી, તારી જ સામે તાકે ધારદાર તીક્ષ્ણ નિશાન
તું અણનમ રહી નમજે ભીતરને ઊંડાણ
તારો પરમાત્મા ત્યાં, ત્યાંથી રક્ષતો, ક્ષણ ક્ષણ આગેવાન

હારીશ નહીં, હાલકડોલક ભલે વરતાય
અવગણતાં શીખ! સ્વસ્થ રહે, અડીખમ છે તારો પહેરેદાર
શીખવશે એ શિસ્ત ને સર્વાંગ સ્વાસ્થ્ય
મ્હાત કરી શકશે તું પછી, ભલભલાં સમયનાં પશ્ર્નો કાળ

ગતિની ગતિને સાધ! 

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Stapelia

Carrion flower, Starfish flower

Significance: Conquest of the Armies

Brutal and material, it does not bring joy.


Thursday, 18 June 2020

ઉછેરી રહી કણથી સકળ ...


હે દિવ્યમાત! તું જ, તવ તણી પેદાશ
જન્મ દઈ ઉછેરી રહી સકળ બાળ

સમસ્ત તવ ગર્ભેથી આમરણાંત
સર્વેમાં કણે કણે તવ ગર્ભસંસ્કાર

તુજ દેન થકી જ સઘળું તંત્ર સાકાર
તવ તણી પોષકવૃત્તિ જ જવાબદાર

ઉછેરી રહી કણથી સકળ તમામ
પ્રત્યેકને પોતીકું દઈ રહી સામ્રાજ્ય

જીવન-મૃત્યુ, અંકુર-ખરત પશ્યાત
જાળવી રહી, આગળ વધતો હાર્દ

પ્રત્યેક તણી નિષ્ઠા ને પ્રેમ સૌહાર્દ
છલકતું સતત થકી સંતુલન અપાર

મધુરતા સ્નેહ અનુકંપા સદ્-ભાવ 
મૂકી અન્યોન્યની દીધી સારસંભાળ

પૃષ્ઠભૂમાં વહાવી અખંડ ચેતનાતાર
જોડી દીધાં એકએકને અનેકાનેક સંગાથ

પ્રત્યેક પ્રવર્તતું દિવ્ય સર્જન પરિણામ
તે તે પ્રત્યેક પ્રત્યે એકસરખું ન્યારું વ્હાલ...

અહો! તવ ગોઠવણ સુવ્યવસ્થિત શાંત
નિતાંત નિ:સ્પૃહ નિરુદ્દેશ નિર્મળ નિ:સ્વાર્થ...

દિવ્યમાતશ્રીને સાષ્ટાંગ પ્રણામ!

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Bombax ceiba

Red silk-cotton tree, Simul

Significance: Solid Steadfastness in the Material Consciousness

The material consciousness has a firm and solid steadfastness.


Wednesday, 17 June 2020

સહજ સ્થિતિમાં જ...



જે છે એ અદ્-ભૂત સમૃદ્ધ પ્રદીપ્ત 
ને છતાં અવકાશ મૂકે પરિવર્તનશીલ
સ્વીકારતાં જઈ સ્થિતી અત્ર સ્થિત
ને જડવી રહી ઉત્કૃષ્ટ અણદીઠ

નમનીયતા વણમાગી શીખ
સમય શીખવે અણનમને પ્રતિદિન
ત્યાગ ને વળગણ અંતો અગ્રિમ
કુપોષણ એ એ, જે જે આત્યંતિક!

સ્વીકારમાં ખુશી ને ખુશદિલ હિત
બેધારી ધરી ટકી, બનવી સુનિશ્ચિત
સરળતાનો સરકાવ ન સંકીર્ણ
પણ અબ ઘડીમાં બહોળો ને સુદીર્ઘ

ગ્રાહ્ય ને ત્યાજ્ય સહજ સ્મિત
અવરોધક બંને જો અનુમતિ વિહીન
બાધ્ય પરિબળોને હોમવા ત્વરિત
ને સહજ સ્થિતિમાં જ રહેવું સમ્મિલિત...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Pelargonium

Geranium, Storksbill

Significance: Spiritual Happiness

Calm and smiling nothing can disturb it.

Tuesday, 16 June 2020

અનન્ય ને અન્યોન્ય ઉઘાડ...



વંદુ અહીંથી તુજને ઓ માનવજાત!
અનંતોથી ઉત્ક્રાંતિમય ધરી સ્વભાવ
જન્મ-મરણ જીવન-મૃત્યુ છતાં અથાગ 
અવિરત પ્રગતિમાં બસ! વણથંભી ચાલ...

શોધ અને વિસ્ફોટ, કંઈક ઝીલી સૌગાદ
અચૂક રાખી વૃદ્ધિ ને સમસ્ત સંભાળ
પૃથ્વી અંબરને બસ! ધર્યો ઉત્કર્ષ ઉત્ક્રાંત
સર્વસ્વની ગતિમાં ધરતાં રહી વિધી વિધાન...

અનંતોથી ચાલી આવતી એ નિતાંત
હોમ ને વ્યોમ ભરતી જીવતરની હારમાળ
જે કંઈક અનંતો ચાલશે હજીયે અમર્યાદ
સમાવી સજાવતો માનવજાત સંગ સમાસ...

એક એક જીવે જે મૂક્યાં જીવન દરમ્યાન
પળ પળનાં અનન્ય ને અન્યોન્ય ઉઘાડ
એ સર્વકંઈ બની કહ્યાં જાત કાજે ઉત્થાન
એ સઘળી રોપણી ને લલણી વંદન પાત્ર...

વંદન પ્રભો! તુજને,
તવ અદ્-ભૂત સર્જન દાન...
ને વૃદ્ધિમાં પ્રવૃત રહે કરુણા આદાનપ્રદાન...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Jacquemontia pentantha

Significance: Hope

Paves life’s way.

Monday, 15 June 2020

બન ... પ્રધાન ...



થકી સ્થિર શાંત સન્મુખ પહેરેદાર
બન શરીર મન મતિ પ્રાણનો પ્રધાન

ટોચે બિરાજી સર્વ કંઈ નિહાળ
ને કેળવ, વિકસાવ સાક્ષી સ્થાન

ક્યાંતો અસ્તિત્વ શિખરે બિરાજમાન
ત્યાંથી વહેતું કર સંચાલન સ્નેહાળ

બંનેમાં પૃષ્ઠભૂ રહેશે બેઅપવાદ
સઘળું ઉતરતું ધરતું થકી કૃપા અપાર

વર્તમાન મનુષ્યકાળને આ જ પર્યાય
જીવતર કાજ ને પ્રતિ માનવભાવિ ઉજાળ

મતિ ગતિને હવે જરૂરી, આપો આરામ
વધી વધીને ખેંચ્યું જ્યાં ત્યાંથી ખેંચતાણ

સંપૂર્ણ જીવવું પણ વિના લગામ લગાવ
સ્નેહ નથી હજી હાથવગો, માનવે શીખવ્યો રહ્યો માર્ગ

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Punica granatum

Pomegranate

Significance: Divine Love

A flower reputed to bloom even in the desert.



Sunday, 14 June 2020

શ્રદ્ધાની સવારી...



અહીં તો છે ખરી ખરી શ્રદ્ધાની વાત
સક્રિય ફળદ્રુપ સમૃદ્ધ સાક્ષાત

બીજ ધરીને શાશ્વતીની ઘટા છાંય
દેતી કાંધ મજબૂત સશક્ત ટટાર 

આત્માની લીલોતરી ઉભરે આમ
જ્યારે શ્રદ્ધા બને સથવારો સભાન

પ્રત્યેક જોડાય શ્રદ્ધા તંતુથી નિ:સ્વાર્થ
મર્મ અર્થ કર્મ ફક્ત શ્રદ્ધા પરિણામ

અદ્રશ્ય જોડાણો ને શક્તિઓનો પ્રવાહ
પોષતો પાળતો ઉછેરતો જીવન તમામ

સોંપણીમાં જીવતર વિશેષ જે પ્રસાદ
નિર્મળ અટલ પ્રતિબદ્ધ ને પ્રવાસ...

શ્રદ્ધાની સવારીમાં દિવ્ય જ સારથિ, સવાર ને સાથ...

પ્રભો...

જૂન ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis

Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China 

Significance: Faith

You flame up and triumph.

Saturday, 13 June 2020

આ સમયની પોષક ... માંગ!



માંદગીમાં જાણે! આજ મનુષ્યકાળ બીમાર
કણસતો ને પીડાતો ધરવા અંકુશ હાથ

“મારું જીવન ને હું જ સાવ અજાણ!
ન આજકાલ કે ભાવિનો કોઈ આસાર

કેવું ને કેમ જીવવું? ન મારા પ્રમાણે જરાય
હું કંઈ કરી ન શકું ને છતાં જીવું આમ?

ન સંચાલન મારું ન હું સંચાલક ક્યાંય
કોણ છે જે મારાં જીવનને દે છે લગામ?

ઈચ્છા, મહત્વાકાંક્ષા ને સફળતાનાં ખ્યાલ
કોણ નક્કી કરી રહ્યું છે મારાં વગર સાવ?”

મનુષ્ય માને આતો દુ:ખ દેવા આવ્યો પડકાર
પણ અભાન કે કસોટી માને એટલે પીડા પસ્તાળ

કસોટી પડકાર સ્પર્ધા હુંસાતુસી ચર્ચા ફરિયાદ
નથી આ સમયની પોષક ને ઈલાજ દેતી માંગ

સોંપણી જ છે મનુષ્ય જીવન માટે સ્વસ્થ પર્યાય
બાથંબાથીમાં જીવન જ બનતું જાય પ્રશ્ર્નાર્થ

વ્હાલ ને નરમાશથી સકળને સોંપતો અપનાવ
ને એની બાથમાં જીવી જાણ સક્રિય સમજદાર

સમજી લે ને ધરી રહે સ્વસ્થ પ્રયાણ ચુપચાપ...

પ્રભો...

જૂન ૨૦૨૦

Flower Name: Verbena tenuisecta

Moss verbena

Significance: Conquest over the Vital Enemies

The appearance is modest, but the power is lasting.