Wednesday, 17 July 2019

બસ! સમય પૂરતું જ.


સામાન્ય મન માને 
એ શૂન્ય સ્થિતિ નિર્બાધ
જીવન હવે રિક્તતામય 
ન પ્રવૃત્તિ ન કાજ!

જૂનવાણી આ રીતિ, 
માન્યતા ને પ્રચાર.
નવી સમજ પ્રભુ દીધી 
જેમાં એનો સાચ્ચો જવાબ.

હકીકતે આત્માની આ જીવનફેરી 
ને અનુરૂપ સ્વભાવ
કોઈક અનુભવથી આંતરિક સ્થિતિને 
જરૂરી છે એ અલગાવ.

આત્માએ મૂક્યો સંપૂર્ણ 
અસ્તિત્વ માટે એ અવકાશ
બાહ્ય અલિપ્તતામાં ભીતરને 
મળી રહ્યો છે આરામ.

બસ! સમય પૂરતું જ. 
જેવું સમજાશે કે આ વ્યર્થ છે રોકાણ,
મા-દિવ્ય પ્રત્યે ખુલ્લાં 
એને ક્યાં જરૂરી ઉબડખાબડ ચઢાણ!

ચૈતન્ય દે સીધાં 
ઉર્ધ્વ-તિ-ઉર્ધ્વ ગંતવ્ય માર્ગ 
વિના એકેય અડચણ 
અવરોધ કે અટકાવ.

કારણ પ્રભુ જ ધરે છે એ સફર મહાન ...

જૂલાઈ ૨૦૧



Our renunciation must obviously be an inward renunciation; especially and above all, a renunciation of attachment and the craving of desire in the senses and the heart, of self-will in the thought and action and of egoism in the centre of the consciousness. For these things are the three knots by which we are bound to our lower nature and if we can renounce these utterly, there is nothing else that can bind us.


All renunciation is for a greater joy yet ungrasped. Some renounce for the joy of duty done, some for the joy of peace, some for the joy of God and some for the joy of self-torture, but renounce rather as a passage to the freedom and untroubled rapture beyond. SA


Flower Name: Tectona grandis
Teak, Indian oak, Saga, Saigun
Significance: Renunciation of Desires
The essential condition for realisation.

Tuesday, 16 July 2019

તફાવત તો જુઓ!


પ્રકૃતિ અને આત્મા ...
વચ્ચે તફાવત તો જુઓ! 
થકી ક્ષમતા અને સ્થાન!

પ્રકૃતિ કહે:
"ક્ષણિક છે આ સુખ ને ખુશી ભાવ
દર હાસ્ય પાછળ વસે રુદન પીડામય ક્યાંક!"
આત્મા કહે:
"શાશ્વત છે આનંદ એને અનંત રીતે પિછાણ 
દર ક્ષણ છે હાસ્યજનક ને કૃપા પરિણામ."

પ્રકૃતિ કહે:
સાશંક રહેવું સતત અદલાબદલી અહીં ખાસ,
"આ આવ્યું, એટલે જવાનું" ન રહેવું બેધ્યાન!
આત્મા કહે:
"તું સનાતન, કારણ સનાતનની પેદાશ,
નિશ્ચિંતપણે શ્રદ્ધા વિશ્વાસે મક્કમ ડગે ચાલ."

પ્રકૃતિ કહે:
"હું જ છું સર્વોપરી, મારે નિર્ભર છે માનવજાત,
માયા, મિથ્યા ગમે તે કહે, રમતમાં ઉલઝાવું જીવનજાળ!"
આત્મા કહે:
"હે દેહધારી! તું છે સાધન સર્વોચ્ચ, ભીતરથી જીવન જાણ,
પ્રકૃતિને પણ પલટાવ શક્તિરૂપ ને અણનમ ડગે દિવ્ય ઉતાર"

બંનેનાં લક્ષ, અભિગમમાં કેટલો અંતરાવ!
ક્યાં પ્રકૃતિની એની એ જ પુનરાવર્તિત લઢણ!
ક્યાં આત્માની પરિવર્તનકારી શાશ્વતી ઢાલ!

પ્રભુ! ખરી દીધી તેં માનવજાતને ભેટસોગાદ!

જૂલાઈ ૨૦૧


Flower Name: Viscum album
Mistletoe
Significance: Sign of the Spirit
The Spirit says, “I am here”.

Monday, 15 July 2019

તું જ સર્વે, સર્વત્ર, સર્વદા ...


તું જ તો છે સર્વે, સર્વત્ર, સર્વદા 
ઘાટ ઘડતર ઘડામણ ઘડનાર...

આસ્તિક નાસ્તિક વૃત્તિ ને સંસ્કાર
પોષતી સંસ્કૃતિ સંજ્ઞા ને સત્કાર...

સજીવ નિર્જીવ આવૃત્તિ ને આકાર
ઉત્પત્તિ અસ્તિત્વ ને સહચાર...

અણુ પરમાણુ વર્ગીકરણ ને વર્ગાધાર
શોધ ભેદ ક્ષમતા ને મૂળ જોડાણ...

પૃથ્વી બ્રહ્માંડ ફલક ને ફેલાવ
સમજ જ્ઞાન અવકાશ ને તત્વપરિધાન...

નત અનત ફક્ત વ્યવસ્થા પર્યાય
તું જ નમ્ય નમનીય નમન ને નમનાર...

વંદન પ્રભુ!

જૂલાઈ ૨૦૧


Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius, Pincushion flower, Egyptian rose
Significance: Blessings on the Material World
Puissant and innumerable, they answer all needs.

Sunday, 14 July 2019

તત્વપ્રભાવ શ્રદ્ધા કેરો...


ન કોઈ પાયો, ન કોઈ વર્તારો
ન બાંહેધરી, ન બંધબેસતો તાળો
છતાંય અટલ, ભીતરે ક્યાંક દાવો!

ન હક માંગતો, ન ફરજનો ઈજારો
ન કાકલૂદી, ન સમાધાન સરવાળો
છતાંય અડીખમ અંદર અવાજ એકધારો!

ન ફળ નિશ્ચિત, ન અપેક્ષિત અપવાદો
ન બેચેન લાપરવાહી, ન નિશ્ચિંત દેખાડો
છતાંય અણનમ અંતરે અખંડ ટકવતો!

ગઠબંધન વિહીન! અંત:સ્ફૂર્યો ઈશારો
હૂંફાળો પણ હળવો, સ્થાયી ગરમાવો.
સ્વતંત્ર સ્વાયત્ત એ તત્વપ્રભાવ શ્રદ્ધા કેરો.

કૃપાસામ્રાજ્યનું પરિણામ...

જૂલાઈ ૨૦૧



Faith is the soul's witness to something not yet manifested, achieved or realised, but which yet the Knower within us, even in the absence of all indications, feels to be true or supremely worth following or achieving. SA


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Faith
You flame up and triumph.

Saturday, 13 July 2019

કે ખુદ પણ ન છેડછાડ ...


પ્રમાણિકતાનાં પાયા ઉંડા ગાડ
કે ખુદ પણ ન છેડછાડ કરી શકે,
ન બાંધછોડ ન જોડ કે તોડમરોડ
કે ખુદ પણ એની મંજૂરી  ન લઈ શકે.

સ્વ-છબીને પણ ન મુદ્દો બનાવ
કે એ સાચવવામાં સ્વને લૂંટી શકે
ને પછી સભાન થયે પશ્ર્યાતાપ ને સંતાપ
કે ન પળ કે સ્વમાંથી એને ભૂંસી શકે.

ઇજ્જતને પણ ન ચહેરો બનાવ
કે પછી ખુદનો કદી ન જોવો ગમે
અપ્રમાણિકતાનો ઘૂંટ પીવાતો અટકાવ
ને ખુદની નજરમાં ખુદને સાચવીને શકે.

આત્માનો રખેવાળ આત્મા જ...

જય હો !

જૂલાઈ ૨૦૧


Flower Name: Tristellateia australasiae
Significance: Mental Honesty
One does not try to deceive others nor to deceive itself.

Friday, 12 July 2019

To live it by ...


Why can not we try?
New, unconventional, not in demand!
So what, if never tried!

The olds must have got some 'cry's
As needs, zeals, deals!
May be in the different styles...

Does not require to deny
Experiments thus become acceptable to comply
May need few errors to rectify!

One must go ahead and imply
One's own truth to live it by
No need to buy or to justify...

This freedom, eachone must amplify...
And let the world dignify...

Thank you...

July 2019


Flower Name: Careya arborea
Significance: Liberation
The disappearance of the ego.

Thursday, 11 July 2019

'એકત્વ' ભણી ...


સમત્વથી જ ખરી શરૂઆત 
યોગનાં પાયાની જરૂરિયાત 

સંજોગ, સંબંધ, સમીકરણ, સ્વાર્થ 
નવીન ગોઠવણમાં ઓગળે પ્રભાવ 

સમદ્રષ્ટિ મૂલવે દર તાલ પ્રકાર 
દર જોડાણ પાછળ એક જ પ્રમાણ 

નવી આંતરસમજમાં લયપ્રાસ
અંદર બાહર ન વિરોધાભાસ 

સહજતામાંય એક જ દરકાર
અંત:સ્ફૂરણામાંય સહસા સમભાવ

'એકત્વ' ભણીનો મૂળભૂત આધાર
સમત્વ પછી જ સર્વત્ર સમાન...

જય હો!

જૂલાઈ ૨૦૧


The more a person is quiet in front of all occurrences, equal in all circumstances, and keeps a perfect mastery of himself and remains peaceful in the presence of whatever happens, the more he has progressed towards the goal.TM

Flower Name: Iberis
Candytuft
Significance: Equanimity
Immutable peace and calm.

Wednesday, 10 July 2019

તને ક્યાં કોઈ દુકાળ ...


જિંદગી! 

તને ક્યાં કોઈ દુકાળ છે કદી?
જન્મે જન્મે અવિરત તું જીવે અહીં.

તને ક્યાં મૃત્યુનો થડકાર કદી?
રૂપે રૂપે જન્મજાત તું જીવે અહીં.

તને ક્યાં નષ્ટ-નાશ નડે કદી?
ધબકારે ધબકારે જીવંત તું જીવે અહીં. 

તને ક્યાં શોધવી હવા કે રુંધે કદી?
શ્વાસે શ્વાસે પ્રાણ ખેંચી તું જીવે અહીં.

તને ક્યાં જીવન વચાળે ખરવું કદી?
પળે પળે નવીન અર્થે તું જીવે અહીં.

તને ક્યાં ખેરવી કોઈ કંઈ પામે કદી?
રંગે તરંગે રગે ઉર્જા થઈ તું જીવે અહીં.

તને ક્યાં અલગ કરવો વસવાટ કદી?
અનંતની નિરંતરતામાં તું નિરાંતે અહીં...

પ્રભુ અન્યોન્ય જિંદગી...

જય હો !

જૂલાઈ ૨૦૧


Flower Name: Dendranthema Xgrandiflorum [Chrysanthemum Xmorifolium]
Florists' chrysanthemum
Significance: Supramentalised Life Energy
Manifold and supple, it has an immortal resistance.

Tuesday, 9 July 2019

Never ending ...


Don't settle for
 small short easy
Yoga is not a one time, 
temporary activity 

Asks for 
persistence and purity
Along with perseverance 
and sincerity 

Select any path, 
way or journey
Must go on progressing, 
must for the within

Without savouring devouring 
or being sticky
Every experience and 
the state keep on offering

Don't believe to be stationed 
or "the end is this"
Never ending voyage is 
the yoga for human being...

Thank you Lord!

July 2019


True courage, in its deepest sense, is to be able to face everything, everything in life, from the smallest things to the greatest, from material things to things of the spirit, without a shudder, without physically . . . without the heart beginning to beat faster, without the nerves trembling, without the slightest emotion in any part of the being. Face everything with a constant awareness of the Divine Presence, a total self giving to the Divine, and the whole being unified in this will; then you can go forward in life and face anything whatever. TM


Flower Name: Zinnia elegans
Common zinnia, Youth-and-old-age
Significance: Courageous Endurance
Strong and energetic, never complains.

Monday, 8 July 2019

દર શ્વેત ન હોય ...


માર્ગ કોઈપણ કેમ ન હોય: ધ્યાન, રાજ, કર્મ કે ભક્તિ 
પ્રકાશ હજારો આવી મળે જેમ સફર થાય ઊંડી

પણ અગત્ય પ્રકાશસ્ત્રોત ને કયા ઉદ્-ભવ થકી
કારણ: અસંખ્ય તત્ત્વો ધરી શકે પ્રકાશ શ્વેતધારી.

દર શ્વેત ન હોય શુદ્ધ, સાચો, પૂર્ણ અને સત્ પ્રકાશી
કે હોય સક્ષમ ને દોરી ચાલે પૂર્ણ ગંતવ્ય ભણી.

પ્રલોભનો અને આકર્ષણધારી પણ હોય બહુરૂપી
મનરગ પકડી મનને ગમતાં ધરે વેષ પ્રભાવી.

માનવમતિ માને," 'મારાં ભગવાને' પ્રસન્નતા દેખાડી
મારી ઇચ્છાપૂર્તિની ચાલુ હવેથી ઘડીઓ થવાની!"

ને અહંભર મહત્વકાંક્ષાનાં કળણમાં જીવની ફસાવી 
ભેદી કહેવાતાં શ્વેતપ્રકાશે એમ રમત પૂરી માંડી...

ચૈતસિક ચેતના જ છે એ ભ્રમણાથી છોડાવતી ચાવી
પરખાવે. સત્ પરખથી કરે સાચા ખોટાની તારવણી...

પ્રભુ જ સારથી... દર્શાવે પથ પૂર્ણમાર્ગી...

જય હો !

જૂલાઈ ૨૦૧


Flower Name: Curculigo orchioides
Significance: Attraction for the Light
In its attraction it tries to imitate the stars.

Sunday, 7 July 2019

ખરું છે નહીં!


ખરું છે પ્રભુ ...

તારાંથી જ ચાલતી દુનિયામાં તારો જ વિરોધ છે
દર મગજને પોતાના હોવાનો આગ્રહ અને અનુરોધ છે

જાણે દર જણ, આ દુનિયા ચલાવતું કોઈ જરૂર બળ છે
છતાં દર મનબુદ્ધિને કશોક તો એ સત્તા સામે પ્રતિશોધ છે

દર જીવ નિર્જીવ તારો જ તો નિર્ધારિત કણ ક્રમ નિયમ છે 
તો પણ જીવંત દર સંસાધનને પોતાની હુકુમતનો ઘમંડ છે

એ ગતિ વિરુદ્ધ જવામાં લેવાતો ગર્વ સફળતાનો માપદંડ છે 
એ માનનારા પણ તકલીફનાં સીસકારામાં ગાતા રામધૂન છે

ખરું છે પ્રભુ!
કારણ કે કરવા વાળો તું ને એનું કારણ પણ તું જ છે
ને પાછું પરિણામે પરિણામે પરિણમતું જુદું પરિણામ તું જ છે ...

જય હો...

જૂલાઈ ૨૦૧


Flower Name: Drimiopsis kirkii
Tiny flower with
Significance: Road to the Divine
Always long, apparently dry at times, but always abundant in its results!

Saturday, 6 July 2019

બને સહેલી સંગદિલી ...


પ્રકૃતિનો સ્વભાવ જ સંવૃદ્ધિ :
અગણિત અનંતતયા બહુમુખી 
સર્જન, સૃજન, સુકૃતિ દત્ત શક્તિ
ધારક જો બને સમત્વનો સ્વામી.

મનુષ્ય પરિપેક્ષ જુએ ઓટભરતી
કારણ: મર્યાદાનિર્ભર મર્યાદિતદ્રષ્ટિ 
ઘરેડમાં પ્રાસ ને અપવાદમાં દુર્ગતિ
નવીનનો ઉપહાસ ને દુ:ખમાં નિયતિ!

અંકુશને સ્થાને ભર અંકુરિત ગતિ
પસંદગીને સ્થાને સ્વીકાર્ય વૃત્તિ 
સંહારક ને સ્થાને પોષક પ્રવૃત્તિ 
દબાવને સ્થાને પરિવર્તન પૂર્તિ

પછી પ્રકૃતિ બને સહેલી સંગદિલી
જિંદગીનાં ચઢાણોમાં સંગે સહેલાણી...

જય હો!

જૂલાઈ ૨૦૧


Flower Name: Commelina
Widow's tears, Dayflower
Significance: First Conscious Reception of the Light in Nature
The origin or starting-point of the will to progress. Nature has an instinctive thirst for Light.

Friday, 5 July 2019

બંધનોને મુક્તિ દે ...


બંધનોનાં બાંધ અંદર જ ઓગાળ
અંદર જ છે એને ઓગાળતાં પેટાળ 

બહાર ફેંકવાની ન જહેમત ઉઠાવ 
વાતાવરણ રચશે આસપાસ વાડ

માનસિક પ્રાણિક શારીરિક બેશુમાર
પધરાવ હ્રદય તળિયે હળવેથી આમ

ભીતરનાં ભૂગર્ભે ચૈત્ય બિરાજમાન 
છોને હજી સુપ્ત! પણ સક્રિય રખેવાળ.

જાગૃત ને પ્રદિપ્ત ને શુદ્ધિ સ્વભાવ
વર્ગીકરણ સચોટ ને વલણ પ્રેમાળ 

દિવ્યઅંશ જ. આમ જીવે ભીતરે શાંત 
અનોખું અસ્તિત્વ રચે સુરક્ષિત પ્રવાસ

બંધનોને મુક્તિ દે, રખેને પંપાળ!
એ યાત્રા કરાવતાં તત્વો! આપો આભારસહ વિદાય...

પ્રભુની દેખરેખ પારાવાર...

જૂલાઈ ૨૦૧


Flower Name: Alcea rosea
Hollyhock
Significance: Offering of the Pysical
The proof of the resolution to liberate oneself from the ego. Let the physical offer itself sincerely to the Divine and it will be transformed.

Thursday, 4 July 2019

સાફસૂથરી ને શુદ્ધ સચ્ચાઇ ...


જોજે! અહંકાર ક્યાંક છૂપાઈને ન રહી જાય
સારાઈની કાંચળી ઓઢી ન બનાવી જાય!

જગ તો પછી, પહેલાં ખુદને સમજાવી જાય,
મૂરખ થઈને મુર્ખામીનો પ્રચાર કરાવી જાય!

ઈરાદાઓ મૂંગા, અદ્રશ્ય પણ ડોકાઈ જ જાય,
વર્તન પહેલાં ને પછી, છાપ એ જ છોડી જાય.

સાચ્ચી સારાઈ કદી ન ઘડામણ માંગી જાય
ચૂપચાપ સહસા બસ! છતી થઈ વર્તાઈ જાય.

શોરબકોર અકળામણ કે વિના તૈયારી જાય
સંદર્ભ મળ્યે અચાનક સહજતાથી સરી જાય.

અંતરે જો સાફસૂથરી ને શુદ્ધ સચ્ચાઇ જીવાય
અહંકારને ક્ષેત્રસન્યાસ કાયમનો લગાવી જાય.

પાળવું શું જરૂરી ભીતરે એ સ્પષ્ટ સૂચવી જાય,
પરિણામ એ થકીનું જીવનનો ઝોક બદલી જાય.

પ્રભુ...પ્રભુ...

જૂલાઈ ૨૦૧



What we call oneself is only the ego. Our true self is the Divine. TM


Human nature is shot through in all its stuff with the thread of the ego; even when one tries to get away from it, it is in front or could be behind all the thoughts and actions like a shadow. To see that is the first step, to discern the falsity and absurdity of the ego-movements is the second, to discourage and refuse it at each step is the third, - but it goes entirely only when one sees, experiences and lives the One in everything and equally everywhere.


Our ego, boasting of freedom, is at every moment the slave, toy and puppet of countless beings, powers, forces, influences in universal Nature. The self-abnegation of the ego in the Divine is its self-fulfilment; its surrender to that which transcends it is its liberation from bonds and limits and its perfect freedom. SA



Flower Name: Eucalyptus
Eucalyptus, Australian gum, Gum tree, Ironbark, Stringybark
Significance: Abolition of the Ego
One exists only by the Divine and for the Divine.