પ્રમાણિકતાનાં પાયા ઉંડા ગાડ
કે ખુદ પણ ન છેડછાડ કરી શકે,
ન બાંધછોડ ન જોડ કે તોડમરોડ
કે ખુદ પણ એની મંજૂરી ન લઈ શકે.
સ્વ-છબીને પણ ન મુદ્દો બનાવ
કે એ સાચવવામાં સ્વને લૂંટી શકે
ને પછી સભાન થયે પશ્ર્યાતાપ ને સંતાપ
કે ન પળ કે સ્વમાંથી એને ભૂંસી શકે.
ઇજ્જતને પણ ન ચહેરો બનાવ
કે પછી ખુદનો કદી ન જોવો ગમે
અપ્રમાણિકતાનો ઘૂંટ પીવાતો અટકાવ
ને ખુદની નજરમાં ખુદને સાચવીને શકે.
આત્માનો રખેવાળ આત્મા જ...
જય હો !
જૂલાઈ ૨૦૧૯
Flower Name: Tristellateia australasiae
Significance: Mental Honesty
One does not try to deceive others nor to deceive itself.
No comments:
Post a Comment