Wednesday, 31 July 2019

અંતે તો એકમૂળ ...


સ્થાવર ગણો કે જંગમ! નથી કશુંય સ્થૂળરૂપ
સાચા યોગ્ય વ્યયથી બને જીવંત એકમૂળ.

અસ્તિત્વ ઉંડે નશ્વર પણ પ્રવર્તે શાશ્વતરૂપ
જીવંત જ્વલંત પ્રત્યેક મહીં અનોખું એકમૂળ.

કણગણ વ્યવસ્થા જુદી જુદી બસ! જૂથરૂપ!
સમૂહ પરિવર્તિત તે સંદર્ભે, અંતે તો એકમૂળ.

ક્ષણ કે કાળ નિર્માણ સમયાતીત સકળરૂપ
વિચ્છેદ, વિશ્લેષ નિર્માતા પણ મૂળે એકમૂળ.

અદ્રશ્ય કે નિર્જીવ મૌજુદ સઘળે બ્રહ્મરૂપ
સજીવ પરિઘની પેલે પાર પણ સમગ્ર એકમૂળ.

સમસ્ત સર્વસ્વ સમગ્ર 'એક' એકજૂઠ.

જય હો પ્રભો! જય હો!

ઓગસ્ટ ૨૦૧


Flower Name: Gossypium
Significance: Material Abundance
Nature always shows us what true abundance is-one is overwhelmed!

No comments:

Post a Comment