Saturday, 20 July 2019

આ બે રીત આજ!


ક્યાંતો શુદ્ધિમાં નડતરને ઓગાળ 
ક્યાં તો પ્રેમમાં પડતરને ચડાવ 
જિંદગીની આ બે રીત આજ
ખુદને સુધાર ક્યાંતો ખુદને ડૂબાવ!

એક એક બિનજરૂરીને પધરાવ, 
કે પ્રેમપ્રસારમાં સર્વકંઈ પલાળ 
કારગત ફક્ત કોઈપણ એક આજ 
ખુદનો ઉદ્ધાર ક્યાંતો ખુદ પ્રેમ પર્યાય!

એકથી શરૂઆત ને પ્રભાવિત બંને પ્રકાર
શુદ્ધિ થકી પ્રેમપરમાર્થ કે પ્રેમ શ્રેષ્ઠ શુદ્ધસાર
પ્રભુ દેખાડે - અંતે એક, અન્યોન્ય જ માર્ગ
પૂર્ણતામાં પલટાવ ક્યાંતો પૂર્ણ પ્રેમ પામ.

જય હો! 

જૂલાઈ ૨૦૧


Flower Name: Sansevieria
Bowstring hemp, Snake plant, Mother-in-law's tongue
Significance: Power of Spirituality
True spirituality transforms life.

No comments:

Post a Comment