Tuesday, 23 July 2019

કેવી ગોઠવણ આગવી!


દિવ્યચરણે જીવનસરણી
પ્રભુ ધરે જવાબદારી
ઢાલ બની રહે કવચરૂપી.

અદ્રશ્ય જગતની હેરાફેરી
સતત સક્રિય લેવડદેવડ જારી
સુરક્ષિત રાખે પ્રભુ ઉચ્ચારણી.

મનોજગતની ભરમાર ભેદી
હૂંસાતૂંસી ને હરિફાઈ ભારી
સત્ય સ્ફૂરણથી કરે રખેવાળી.

પ્રાણજગતની અકળ અદાકારી
દેખીતી પૂંઠે અલગ જ અણદીઠી
દિવાલ બની રોકે આવાજાહી.

સુરક્ષાની કેવી ગોઠવણ આગવી!
સૂક્ષ્મથી અબોધ સ્થૂળે જીવતો આદમી!
પ્રભુ સમર્પિત તો સાચી મુક્તિ શાંતિ.

જય હો પ્રભુ!

 જૂલાઈ ૨૦૧૯


Flower Name: Bougainvillea ‘Mary Palmer’
Significance: Manifold Protection
A protection working not only on life as a whole but on each of its details.

No comments:

Post a Comment