Wednesday, 24 July 2019

હોય દેહે કે દેહી, ...


જેમ અહીં મહીં, સંનિધી સાથી હાજરાહજૂર
તેમ દેહીજગતમાં ખાતરી મને, તું હશે જરૂર.

નિગરાની તારી ક્ષણ દર ક્ષણ ઠોસ સાબૂત
અદ્રશ્ય જગતોમાં પણ હશે અતૂટ મજબૂત.

સર્વે જગતો વિવિધ સર્જનો વૈવિધ્ય પૂર્ણ 
સઘળે તારી જ હસ્તિ, દ્રષ્ટિ અમીમય અપૂર્વ.

હોય દેહે કે દેહી, ફર્ક ન રતિભાર ન અમૂક 
દિવ્યતા કેરી આવરિત ઉર્જા આશ્લેષે અચૂક

રૂપ રંગ પ્રકાર વર્ગ ન મૂલ્યાંકન અભિયુક્ત
સર્વકંઈ સર્જન દિવ્ય ચૈતન્ય તણુ અમૂલ્ય

અતિ સૂક્ષ્મ ભણી કે સ્થૂળ કે સર્વાંગ પૂર્ણ 
રક્ષણ સર્વેનું સમગ્રતયા સમગ્રતાથી સંપૂર્ણ...

જૂલાઈ ૨૦૧


Flower Name: Bougainvillea
Significance: Protection of the Gods
Luminous and clear-visioned.

No comments:

Post a Comment