પ્રકૃતિ અને આત્મા ...
વચ્ચે તફાવત તો જુઓ!
થકી ક્ષમતા અને સ્થાન!
પ્રકૃતિ કહે:
"ક્ષણિક છે આ સુખ ને ખુશી ભાવ
દર હાસ્ય પાછળ વસે રુદન પીડામય ક્યાંક!"
આત્મા કહે:
"શાશ્વત છે આનંદ એને અનંત રીતે પિછાણ
દર ક્ષણ છે હાસ્યજનક ને કૃપા પરિણામ."
પ્રકૃતિ કહે:
સાશંક રહેવું સતત અદલાબદલી અહીં ખાસ,
"આ આવ્યું, એટલે જવાનું" ન રહેવું બેધ્યાન!
આત્મા કહે:
"તું સનાતન, કારણ સનાતનની પેદાશ,
નિશ્ચિંતપણે શ્રદ્ધા વિશ્વાસે મક્કમ ડગે ચાલ."
પ્રકૃતિ કહે:
"હું જ છું સર્વોપરી, મારે નિર્ભર છે માનવજાત,
માયા, મિથ્યા ગમે તે કહે, રમતમાં ઉલઝાવું જીવનજાળ!"
આત્મા કહે:
"હે દેહધારી! તું છે સાધન સર્વોચ્ચ, ભીતરથી જીવન જાણ,
પ્રકૃતિને પણ પલટાવ શક્તિરૂપ ને અણનમ ડગે દિવ્ય ઉતાર"
બંનેનાં લક્ષ, અભિગમમાં કેટલો અંતરાવ!
ક્યાં પ્રકૃતિની એની એ જ પુનરાવર્તિત લઢણ!
ક્યાં આત્માની પરિવર્તનકારી શાશ્વતી ઢાલ!
પ્રભુ! ખરી દીધી તેં માનવજાતને ભેટસોગાદ!
જૂલાઈ ૨૦૧૯
Flower Name: Viscum album
Mistletoe
Significance: Sign of the Spirit
The Spirit says, “I am here”.
No comments:
Post a Comment