Sunday, 28 July 2019

તો દર્પણ અહીં ખુદ !


અન્યોમાં દેખાય ઊણપ, કચાશ 
જો નોંધે મન કમીઓ જ વારંવાર 
તો ખુદમાં લાવવો રહ્યો સુધાર
ખુદમાં છે એટલે પડી ઓળખાણ.

પ્રતિબિંબીત થતી અન્યોની છાપ
ઉભારતી રહે અન્યોની મર્યાદા, કાપ
તો દર્પણ અહીં ખુદ થયું માન!
ઝીલે એ જ છબી જેનો અંદર નિવાસ.

જેવું સમજાય ક્ષમતામાં અવકાશ
દર્પણ કહે છે જે અંદર એ જ બહાર
તુરંત પકડ એ તક ને અર્પણમાં પધરાવ
સફાઈ સર્વાંગી ને દર્પણ થાતું સાફ.

પ્રભુ જ એક આધાર...

જૂલાઈ ૨૦૧



Flower Name: Tabernaemontana divaricata 'Flore-pleno'
Crape jasmine, Crape gardenia, Pinwheel flower, East Indian rosebay
Significance: Perfect Mental Purity
A spotless mirror turned constantly towards the Divine.

No comments:

Post a Comment