પૂર્ણયોગનાં માર્ગે દર ડગલે આવિષ્કાર
નવીન રીતે ઉતરતો ડગલે ડગલે આવિર્ભાવ
દર ડગલે આવી મળે જૂનવાણી જવાબ
ખુલ્લાં થઈ નકારવો ને નોતરવો નવ તાર.
જૂની ઘરેડ ત્યાં પણ, જૂનાં પક્ષ પ્રમાણ
પરિવર્તન માંગે એ પણ પરિવર્તતા પ્રવાહ.
માનવદેહે ઉજાગર એકવાર દિવ્ય સંવિધાન
મન મતિ દેહ પ્રાણ સાથે સમજે નવવિધાન.
ન નમતું જોખે એકેય, ન જોખમ ન સમાધાન
સર્વે ખુલે ખુલ્લાં જ્યાં તક આવે નવનિર્માણ.
મા-પ્રભુની રીતિ, ગતિમય સમર્પિત સંસ્કાર
કેળવાય જેટલાં વધું એટલાં કર્મો પૂર્ણતાપ્રાપ્ય.
જય હો પ્રભુ!
જૂલાઈ ૨૦૧૯
Flower Name: Albizia lebbeck
Siris tree, Woman's tongue tree, Lebbeck tree
Significance: Integral Wisdom
The wisdom one obtains through union with the Divine.
No comments:
Post a Comment