Thursday, 25 July 2019

સમજાઈ તારી ચતુરાઈ!


હા, પ્રભુ! સમજાઈ તારી સર્જનની ચતુરાઈ
સારું નરસું સર્જી તેં સર્જી ઉભરવાને ખાઈ.

અહંની દિવાલો કરી ખડી, ખડકી જંગજુદાઈ
સ્વ અને સમૂહ રચી, રચીને તેં ભેદ સગાઈ

દર વિરોધાભાસમાં છૂપી એકત્વની લડાઈ
વિપરીત સમીકરણો નીકળે મહીંથી જોડાઈ

કશુંય નથી અમથું નકામું નમતું કે નબળાઈ 
યોગ્ય સમયસંજોગ! તો મૂલ્યાંકન શ્રીમંતાઈ 

દરેકનું આ વિશ્વમાં અનુરૂપ સ્થાન, જોગવાઈ 
પ્રગતિકાજે જ તેં રચ્યાં અનેકો તક ને તવાઈ.

તવ રચના સમગ્ર સુંદર પ્રભુ...

જય હો!

જૂલાઈ ૨૦૧


Flower Name: Clivia miniata
Kaffir lily
Significance: Conversion of the Aim of Life from the Ego to the Divine
Instead of seeking one’s own satisfaction, to have service of the Divine as the aim of life.

No comments:

Post a Comment