Monday, 1 July 2019

નિર્ભર અનંત, અનંત પર જ.


નિરંતર પરિવર્તનકારી
અવિરત પરિવર્તનયાચી
કોઈપણ બે પ્રાર્થી સતત સામસામી...

વ્યવસ્થા આમ સક્રિય સર્વાંગી 
સતત સર્વાનુમતે પરિવર્તનગામી
પરિવર્તનશીલ ગોઠવાય સામસામી...

પળો આવે વિધીવત્ વિધી પ્રભાવી
એક પછી બીજાની એમ વારાફરતી વારી
નિર્માણાધીન સહજતા મૂકે સામસામી...

પત્યેક પળે ચાલે નિતાંત ભાગીદારી
જાણ્યે અજાણ્યે દેખીતી વણદેખી વણનોંધી
નિર્ભર અનંત, અનંત પર જ. 
અનંત જ પરિવર્તન પિપાસી.

મનુષ્ય તો નર્યું માધ્યમ પ્રવાહી...

જય હો પ્રભુ!

જૂલાઈ ૨૦૧


Flower Name: Nerium Oleander
Oleander, Rosebay
Significance: Turning of Wrong Movements into Right Movements
A supreme goodwill always ready to be transformed.

No comments:

Post a Comment