દર ખાડો પડવાને છે પોતાનો ઈતિહાસ
નિયત સ્થાન ને ખાડા-પણાનો પ્રવાસ
ચોકોર ધારીઓ પ્રમાણમાં સમથળ સપાટ
ફક્ત મધ્યે ઊંડાણ! કોતરાયો ઊંડો આકાર
એ હસ્તી પણ ખરી સૂચક સમય વિધાન
પ્રવાસીએ પસાર કરવો રહ્યો એ પડાવ
એ ઊંડાણમાં ઉતરી માંડવો રહેતો ક્યાસ
ત્યાંથી જ, ત્યાર પછી જ ચડતી શરૂઆત
એ સ્થાન આવતું ફક્ત સમજ-સાનને કાજ
જ્યાં સમજાયું મૂળકારણ ને જરૂરી ફેરફાર
ને જ્યાં તૈયાર ને તૈયારી લાવવા બદલાવ
અચાનક એ ખાડો બનતો લીસ્સો ઢોળાવ
સરકાવતો સહેલાઈથી ધારીની પેલે પાર
ને જાણે 'ખાડો હતો!' હવે નિરીક્ષણ માત્ર.
પ્રભુની કરણી કૃપા અનંત અપાર ...
જૂલાઈ ૨૦૧૯
Flower Name: Ipomoea lobata [Mina lobata]
Spanish flag
Significance: Thirst to Learn
One of the qualities that facilitate integral progress.
No comments:
Post a Comment