Sunday, 22 December 2019

નીકળ ઓ મનુષ્ય! તું મનુ સંતાન...


‘સનાતન’તા જ માનવતા આધાર
ભલે જોડાયો અર્થ હિન્દુ પ્રભાવ
પણ મધ્યસ્થે હિન્દ ઊચ્ચ વિશાળ
સર્વધર્મે ધબકે ઉજ્જવળ સમભાવ 

ધાર્મિક પરિઘો ખોખલા મૃતપ્રાય 
બાંધતા સંકોચતા ઠાલા પર્યાય
માનવતા માંગે સચ્ચાઈ મૂળાંત
મનુષ્યત્વ જ સર્વોપરી પ્રાવાધાન

નીકળ ઓ મનુષ્ય! તું મનુ સંતાન...
અળગો થા! એ વરણાગી દિવાલ...
શોષે, ચુવે તારો દિવ્યમર્મ પૃથ્વીકાજ
ચાલ, ઉઠ! ખંખેર એ નિમ્નપશુ સમ ચાલ...

પકડ હ્રદયથી સર્વાંગનો હાથ...
સમસ્ત ઉત્કર્ષ જ એકલોતો માર્ગ
હસતા હસતા પ્રફુલ્લિત પ્રતિ વિકાસ
ખૂંપી જા મહીં! શાશ્વત જુએ રાહ...

પ્રભો...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Hibiscus micranthus
Hibiscus
Significance: Eternal smile
A gift that only the Divine can give.

નિદ્રા પૂર્વે ને પૂર્વ પ્રભાતે ...


નિદ્રા પૂર્વે ને પૂર્વ પ્રભાતે
ઓષ્ટે મુકવું સાવિત્રી નામ
સરકતાં ચાલે સમય સમધાન
ને દર પળ તાજી સ્વસ્થ સુવાસી સ્વાસ્થ્ય...

નિદ્રા પૂર્વે ને પૂર્વ પ્રભાતે
હ્રદયે ઉગવું કૃતજ્ઞ આકાશ
સરકતું રહેશે વાતાવરણ ને ઇન્દ્રિયકાર્ય
પરિણમશે દર પળ પરમચરણે આદાન...

નિદ્રા પૂર્વે ને પૂર્વ પ્રભાતે
મસ્તિષ્કે પ્રસરવું પ્રભુ-માનું સામ્રાજ્ય
પળે પળે સમજાશે એહનું અનંત હાસ્ય
શાશ્વતમાં સકળ હાજરી જે શાંતિ સૌંદર્ય પ્રદાન...

નિદ્રા પૂર્વે ને પૂર્વ પ્રભાતે
મા...મા...પ્રભુ...પ્રભુ... હ્રદયથી પોકાર
હેવાયા મા-પ્રભુ ને દિવ્યચેતના, સુણવા એ સાદ
ગ્રસી રહે નિષ્ઠ ભક્તને ને ન છોડે કદી એનો હાથ...

પ્રભો ...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Buddleja
Butterfly bush, Summer lilac
Significance: Refinement
Little by little, coarseness is eliminated from the being.

Friday, 20 December 2019

... પરે પરાત્પર ...


ૐ પરે પરાત્પર ૐ આભારી

ૐ ઉત્પત્તિ જ ૐ વ્યાપ્તિ

ૐ સકળ સર્વશુભકારી

ૐ પરમાંશ મુખવાણી

ૐ સાક્ષાત સૂક્ષ્મે શાશ્વતી

ૐ શ્વસે દ્વૈત અદ્વૈત ચિરકાલી

ૐ ભગવતીવિદ્ ભાગવત સ્તુતિ

ૐ મહેશ્વરીદત્ત ઈશ્વર આવૃત્તિ

ૐ પરમાણુ ઊંડે સદૈવ નિર્માણી

ૐ બ્રહ્માંડ સમવિષ્ટ કૃતિ સમસ્તી

ૐ મહાઆરંભ ને અંત:પ્રજ્ઞાની

ૐ પ્રવર્તે મહીં પૂર્ણ ને પરિવર્તિત

પ્રભો...

ડિસેમ્બર ૨૦૧૯  


Flower Name: Asparagus densiflorus 'Sprengeri'
Sprenger asparagus, Sprengeri, Emerald fern,Emerald feather
Significance: Spiritual Speech
All-powerful in its simplicity.

નથી રમાતો.. જુગાર...


શ્રી મા જાણે પ્રત્યેકનાં પ્રગતિ માર્ગ
અભીપ્સા, ક્ષમતા ને જીવન ઓડકાર

અભીપ્સાની હોય ખેવના અપાર
પણ સાથે માંહ્યલો પણ થવો તૈયાર

નથી રમાતો એ થકી કોઈ જુગાર
નક્કર હોય અહીં ક્રમ ને ગંતવ્યસ્થાન

એટલે જ જે શ્રીમાં ચરણે ધારદાર
મેળવે રક્ષણ સમતોલનું પ્રતિક્ષણ અનાયાસ

ઈચ્છાઓ કામનાઓ વાસનાઓનો ઓગાળ
આમ જ થતો રહે, જો નિષ્ઠાવાન

અડગ રહેવું વિના ખચડાટ વિચાર
અર્પણ સમર્પણથી વધુ તીવ્ર ન કોઈ સહાય

પ્રભુ પદ પદ સાથ ...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Malvaviscus arboreus
Malvaviscus drummondii, Wax mallow
Significance: Divine Help
Modest in appearance, powerful in action!

Wednesday, 18 December 2019

સરળતાથી સરળ થવું


સરળતાથી સરળ થવું નથી આસાન
જ્યાં કંઈપણ "અઘરું", મનાય "મૂલ્યવાન"

અટપટું હઠાગ્રહી જેટલું, એટલું ગણાય
ધ્યાન ખેંચતું, મેળવે હંમેશ અગ્રસ્થાન

"સરળ તેથી સહેલું" ની ના બોલબાલ
ખસેડાય ખૂણે ક્યાંક! ન નોંધ ન ભાવ!

પેચીદાને મળતું રહે આકર્ષણ વણમાગ
ડરાવતું ઉછેરે વાતાવરણ આસપાસ

બધાયને બચવું હોય એ "અઘરાં"થી ક્યાંક
"વિરોધ વગર નિપટાવ, તાબે થઈ પતાવ"

સલાહ ફરતી રહે જ્યાં જ્યાં એ વ્યવહાર
ને પોરસાય જે તે વ્યક્તિત્વ યજમાન

સરળ પ્રકૃતિધારી વિચારે ચાર વાર
અંકુશ, આગ્રહથી અગ્રે રાખે દરકાર

અહં પોષતી માંગણી ન પોષે માંગ
"હું" કરતાં અધિક હોય સહાનુભૂતિ, તાદાત્મ્ય

જે જે સરળ, મળ્યું એને મોંઘેરું વરદાન
વહેંચવું અપાર! ને જો "અઘરું" વિવશ થઈ કેવું પલટાય...

પ્રભો...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Vittadinia triloba
Creeping daisy
Significance: Integral Simplicity
The simplicity that comes from perfect sincerity.

સાંભળ! આ યશોગાન...



“પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જ જાય છે”
ભલભલી માન્યતાઓ અહીં બદલાય છે

ઊંડે ધરબાયેલ સ્મરણો પણ વિસરાય છે
સુષુપ્તિનાં ચક્કરો અહીં જરૂર બદલાય છે

પ્રકૃતિની ઘટમાળો સીધીસરળ થાય છે
માયા-મોહમાયા બધાં અહીં બદલાય છે

અંતરે છૂપાં અવરોધો પણ ઓળખાય છે
ખુદથી જ ખુદ અહીં દેખીતો બદલાય છે

છીછરી બાહ્યસપાટી પણ સમથળ થાય છે
પરિપેક્ષ જ નહીં મૂળભાવ અહીં બદલાય છે

પૂર્ણયોગમાં પદાર્પણનું સાંભળ! આ યશોગાન છે
સત્યનિષ્ઠ શ્રદ્ધાળુ અહીં પરમમાં પલટાય છે...

જય પ્રભુ...

ડિસેમ્બર, ૨૦૧૯  

 

Flower name: Nerrium Oleander
Oleander, Rosebay
Significance: Turning of Wrong Movements into Right Movements
A Supreme goodwill always ready to be transformed

Monday, 16 December 2019

‘The Neighbor’ ...


Shut up ‘The Neighbor’ who is closed in dunes
And Open to the wrongs and troublesome scoops

Inviting the falsehood and violent grooves  
Dipped in shallow and hypocritical moves

Indifferent to the human lives and the humane true
And Immersed in the obscure livelihood 

“Just! Change the ‘pick up’ point to the Truth
Change the arrival and the destination too”

Bhavani Bharti has suffered til, all the undue
Now is the time to reveal and penetrate in the FULL 

Lord! Save the Country and the humane clues 
For the upliftment of the humanity with Your Good...

Offering at Thy Lotus Feet ...

ૐ ... ૐ ... ૐ ...

December 2019


Flower Name: Stapelia
Carrion flower, Starfish flower
Significance: Conquest of the Armies
Brutal and material, bring no joy.

કરણીનો ... વધુ આંક ...


કરણીનો ભાર કર્મ કરતાં વધુ આંક
કર્મફળનું મૂળ અહીંથી આરંભાય

કામ કરવાની રીત જો સહચરી સુખાંત
કર્મ આપોઆપ બને કર્તવ્ય સમાન

કર્મશૈલીમાં જો અર્પણ ગૂંથણ ને ગ્રાહ્ય
અકલ્પ્ય પરિણમે કર્મ સામાન્ય કે ઉદ્દાત

કરણભાવ જેટલો તટસ્થ ને નિઃસ્વાર્થ
ને વસુધૈવ, ઔદાર્ય તેટલો ફળદ્રુપ ફાલ

ધરતી વાતાવરણ ગ્રસે, ચુવે એ વિશેષ પ્રદાન
ઉપલબ્ધ હંમેશ પછી એ બાબતનાં શૈલીપ્રભાવ

સભાન પ્રયત્ન ને સમર્પણમાં સજગ વ્યવહાર
કરણ, કરણી, કર્મ, કર્તા ... સઘળું કંઈ શૂન્ય શાંત સમાપ્ત.

 જય પ્રભુ...

ડિસેમ્બર, ૨૦૧૯ 


Flower Name: Clerodendrum speciosissimum
Significance: Right Attitude
Simple and open, without complications.

Saturday, 14 December 2019

... છુપાયો વિકાસ ...



જવાબદારીમાંથી ભાગવું પારાવાર અન્યાય
અધ્યાત્મ ને સંસાર બંને માટે અપરાધ

એવો કોઈ ન હોવો પથ, પંથ કે સંપ્રદાય
જે શીખવે, ગૂંથે ભાગતો ભગાડતો ત્યાગ

અહીં જ સંસારમાં રહી ગૂંથવો અધ્યાત્મ
જે તે સંજોગ સંસાધનો, સાથે જ ઉર્ધ્વ જોડાણ

પૂર્ણ સભાનતા સમાનતા ને કર્તવ્યો સાથ
એકોએક પુરી રીતે જે પણ કંઈ અનિવાર્ય

લીધી જવાબદારી તો અધવચે ન છોડાય
આવી છે એટલે જ કે એમાં છુપાયો વિકાસ

એ જ બને પગલું અધ્યાત્મનું અસરદાર
એમાં ન થવી બાંધછોડ કે લેતીદેતી ક્યાંય

નિષ્ઠાથી ઊપાડ્યું તો પૂરું કરવું નિષ્ઠાને કાજ
નિષ્ઠા જ દેશે દર વળાંકે જે તે જરુરી સંગાથ

મધદરિયે છોડો તો પ્રભુકૃપાકરુણાનું અપમાન
વહી રહેવું બસ! નૌકા બની, રાખી નૌકા તૈયાર...

પ્રભુ માર્ગદર્શક બળવાન...
એ પગલે ચાલતો રહે અડગ ચાલ...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Begonia
Significance: Perfect Integral Balance
One is ready for transformation.

અમારી અંદરની વાત...


હું મારો વારસો ને એકલોતો વારસદાર
ક્યાંયથી નથી કંઈ આવ્યું કે ક્યાંય ઉતારવાનો પ્રવાહ

આખેઆખા પ્રભુને પકડ્યાં, પહોંચો આપ્યાને સાથ
પછી તો એહની હતી જવાબદારી, હું તો હતી બાલ્ય!

હસ્તગ્રસીને તરતી રાખી, મધદરિયે બની સુકાન
અન્ય ક્યાંથી સમજે! તો અમારી અંદરની વાત

ખરી જીતાવી જિંદગી, પકડાવી જીવન નાડ
પ્રભુ થકી જીવનીમાં પ્રભુ સંગ સાઠગાંઠ

ટકતા ટકતા ટેક ટકાવી, ટંકાવી નવ 'મોરલી' ઢાલ
ઘૂમી રહું આમ કે તેમ! પ્રભુ પોતે બખ્તર...શાશ્વતકાળ.

વંદે પ્રભો...વંદે...

ડિસેમ્બર ૨૦૧૯

Flower Name: Hibiscus hirtus
Hibiscus   
Significance: Eternal Youth
It is a gift the Divine gives to us when we unite with Him.

Friday, 13 December 2019

છાતી મધ્યે... તેજસ્વી સ્ત્રોત ...



છાતી મધ્યે પ્રજ્વળે શુધ્ધ દિવ્ય જ્યોત
સર્વ ભેટે એ તટસ્થ તેજને ને  તેજસ્વી સ્ત્રોત

અતિ કે રિક્ત જે કંઈ કે ઊણું, ઉમદા કોક
અનુભવે તુરંત હાશકારો અનમોલ

દિવ્યઅનુકંપા બક્ષે અમુલખ ભોગ
અવતરણનું ખોલે પ્રાવાધાન જે બેઠું અંદર ઠોસ

સમાપ્તિનું અસરકારક સ્થાન બેરોકટોક  
સ્પર્શે જે કંઈ એહને પામે તુરંત "મોક્ષ
   
પરિવર્તે નવરૂપે ને પામે વિકાસિત ઓપ
અંતઃમાંહ્યલો સળવળે ને જાગે ખુદની ખોજ...
  
જય પ્રભુ...

ડિસેમ્બર ૨૦૧૯



Flower Name:   Pentas lanceolata
Star-cluster, Egyptian star-cluster    
Significance: Psychic Light in the Material Movements
Essential condition for transformation.

Monday, 9 December 2019

આવશે આપોઆપ...


ભક્તિને લક્ષ રાખ
જ્ઞાન ને જોશ આવશે આપોઆપ

અભીપ્સા પણ ભક્તિની અગ્રે રાખ
સંસાધનોમાં જરૂરી ફેરફારો આવશે આપોઆપ

તિતિક્ષા ભક્તની જગવી રાખ
તીવ્રતા ભક્તિમાં મળશે આપોઆપ

કલ્પના ને તર્ક બંનેને ધ્યાનમાં રાખ
સુમેળ સમન્વય બનતો રહેશે આપોઆપ

કૌશલ્યનો આવકાર રાખ
શીખવૃત્તિ ખીલતી રહેશે આપોઆપ

દર સંજોગમાં ભક્તને જીવંત રાખ
માર્ગ પરમોત્તમ ખોલશે આપોઆપ

દ્રષ્ટિમાં સદા પમરઅંશ રાખ
સઘળાં કર્તા કર્મો કર્તવ્યો સરકશે આપોઆપ

જીવનધર્મનો પ્રભાવ ભક્તિ રાખ
કૃતજ્ઞતા ને નિષ્ઠા દોરી ચાલશે આપોઆપ...

પ્રભો...

ડિસેમ્બર ૨૦૧૯



Flower Name:  Yucca   
Significance: Initiation
It is unique in the whole existence