Saturday, 14 December 2019

... છુપાયો વિકાસ ...



જવાબદારીમાંથી ભાગવું પારાવાર અન્યાય
અધ્યાત્મ ને સંસાર બંને માટે અપરાધ

એવો કોઈ ન હોવો પથ, પંથ કે સંપ્રદાય
જે શીખવે, ગૂંથે ભાગતો ભગાડતો ત્યાગ

અહીં જ સંસારમાં રહી ગૂંથવો અધ્યાત્મ
જે તે સંજોગ સંસાધનો, સાથે જ ઉર્ધ્વ જોડાણ

પૂર્ણ સભાનતા સમાનતા ને કર્તવ્યો સાથ
એકોએક પુરી રીતે જે પણ કંઈ અનિવાર્ય

લીધી જવાબદારી તો અધવચે ન છોડાય
આવી છે એટલે જ કે એમાં છુપાયો વિકાસ

એ જ બને પગલું અધ્યાત્મનું અસરદાર
એમાં ન થવી બાંધછોડ કે લેતીદેતી ક્યાંય

નિષ્ઠાથી ઊપાડ્યું તો પૂરું કરવું નિષ્ઠાને કાજ
નિષ્ઠા જ દેશે દર વળાંકે જે તે જરુરી સંગાથ

મધદરિયે છોડો તો પ્રભુકૃપાકરુણાનું અપમાન
વહી રહેવું બસ! નૌકા બની, રાખી નૌકા તૈયાર...

પ્રભુ માર્ગદર્શક બળવાન...
એ પગલે ચાલતો રહે અડગ ચાલ...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Begonia
Significance: Perfect Integral Balance
One is ready for transformation.

No comments:

Post a Comment