Monday, 9 December 2019

શું આ શંકા જરુરી...?



તોડમરોડ ને અર્થઘટનમાં સમય બગાડ
કશુંય અઘટિત નથી થવાનું કે શંકા ટકાવ

અવિશ્વાસ, શંકાનાં બીજ જો ઉંડા રોપાય
ભીતરી વાતાવરણને ભેદી, કોરી ખાય

ને અવરોધક બની રોકે અસ્તિત્વ વિકાસ
તાકીદે રોકવું રહે’ - તો ફેલાતું સામ્રાજ્ય 

ઘડીક રોકાઈને સમજ! શાંતિમાં વિચાર!
શું શંકા જરુરી કે બેબુનિયાદ?

કઈ તરફ લઈ જશે ને શું લાભાલાભ?
જો વાદળાં હડસેલી મૂકું તો કંઈ નુકસાન?

જરુરી છે કે શંકાથી મળશે સમાધાન
કે જવાબ હોય છે છૂપો મહીં જયાં પ્રશ્નાર્થ

હટી જવાથી વિશેષ નથી કોઈ બીજી સહાય
ખુદની ખુદને થતી મોટી રાહત ને સફાઈ

ભલે વિચારધારા જતાવે શંકામાર્ગ અનિવાર્ય
પણ આત્મખોજ માટે વિશ્વાસ-શ્રદ્ધા નીવડેલ માર્ગ...

પ્રભુ જોરદાર...જબરો જોડીદાર... 

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name:  Asystasia gangetica   
Significance: Trust in the Divine
Most indispensable for the impulsive vital.


No comments:

Post a Comment