કોણ કહે છે દેહમાં નથી એટલે વિદાય?
સ્પર્શ, દર્શન વંચિત નથી કોઈ ક્યાંય.
શ્રી અરવિંદે એટલે જ તો કર્યો દેહત્યાગ
કે સંપર્ક મેળવે અભીપ્સુ એહનો સદાય
આ વામણી દ્રષ્ટિ પણ માણે એહસાસ
શ્રીની અમી ને કરુણા ઝીલે અપરંપાર
દેહને જીવતો રાખ્યો વિના જીવ આંતર
અતિમનસ થકી દિવસો સુધી તેજેઅંબાર
નવીન અધ્યાત્મ ઉપાધિ ધરી પૃથ્વી કાજ,
ઉપાધિઓ વહોરી જેથી પ્રગતિ પામે માનવજાત
ઓ પ્રભુ! તવ અવતરણો ને અનન્ય અવતાર
થકી મેળવશે દર પૃથ્વીધારી મબલખ લાભ
ને સૂક્ષ્મમાં ઉપલબ્ધ તવ જીવંત નિવાસ
જાણશે - જે પૃથ્વી પરથી જ નીકળશે પૃથ્વીપાર
વંદન શતશત અહીંથી! અનુભવે, અનુભવે વધુ પ્રગાઢ,
એક એક કણ વતી કૃતજ્ઞ! તુજ ચરણે અર્પણ નિતાંત...
પ્રભો...
ડિસેમ્બર ૨૦૧૯
Flower Name: Anthocephalus cadamba
Kadam tree
Significance: Supramental Sun
We aspire that its rays may illumine and transform us.
No comments:
Post a Comment