Friday, 6 December 2019

અગમચેતી! ખાસ વરદાન...


અગમચેતી પ્રભુુનું ખાસ વરદાન
ન માધ્યમ રોજગારી કે વ્યવસાય

નિષ્ઠાવાનને ખાસ થવા મદદગાર
પરમચેતના મૂકે વીંટળાતી સહાય

સશક્ત તત્ત્વો હોય અદ્રશ્યમાન
દૂરંદેશી દ્વારા રચે સક્રિય ઢાલ

વાતાવરણનાં સર્વાંગ વિકાસ
કાજે સૂક્ષ્મની દ્રષ્ટિ બને સાથીદાર

અહંકાર ઓગળે પછી જ પ્રભાવ
શ્રેષ્ઠતમ જ્યારે સંપૂર્ણ એકાકાર

અધ્યાત્મ પ્રગતિમાં આગવું સ્થાન
અનિવાર્ય સાથી તબક્કા ચઢાણ

ધ્યાન રહે! મનઘડંત ન સરખાવ
શેખચલ્લીની રીત નથી પર્યાય

સત્યપ્રદેશથી અવતરતી દ્રષ્ટિકમાન
હંમેશ અસરકારક અમલદાર

ફરક જોઈ શકાય ચોખ્ખો સાફ
છેતરી ન શકે કોઈ, પ્રભુચેતના બળવાન

જય પ્રભુ...

ડિસેમ્બર ૨૦૧૯  


Flower Name: Sanchezia speciosa
Significance: Foresight
A perception that is under the Divine Influence.

No comments:

Post a Comment