સરળતાથી સરળ થવું નથી આસાન
જ્યાં કંઈપણ "અઘરું", મનાય "મૂલ્યવાન"
અટપટું હઠાગ્રહી જેટલું, એટલું ગણાય
ધ્યાન ખેંચતું, મેળવે હંમેશ અગ્રસ્થાન
"સરળ તેથી સહેલું" ની ના બોલબાલ
ખસેડાય ખૂણે ક્યાંક! ન નોંધ ન ભાવ!
પેચીદાને મળતું રહે આકર્ષણ વણમાગ
ડરાવતું ઉછેરે વાતાવરણ આસપાસ
બધાયને બચવું હોય એ "અઘરાં"થી ક્યાંક
"વિરોધ વગર નિપટાવ, તાબે થઈ પતાવ"
સલાહ ફરતી રહે જ્યાં જ્યાં એ વ્યવહાર
ને પોરસાય જે તે વ્યક્તિત્વ યજમાન
સરળ પ્રકૃતિધારી વિચારે ચાર વાર
અંકુશ, આગ્રહથી અગ્રે રાખે દરકાર
અહં પોષતી માંગણી ન પોષે માંગ
"હું" કરતાં અધિક હોય સહાનુભૂતિ, તાદાત્મ્ય
જે જે સરળ, મળ્યું એને મોંઘેરું વરદાન
વહેંચવું અપાર! ને જો "અઘરું" વિવશ થઈ કેવું પલટાય...
પ્રભો...
ડિસેમ્બર ૨૦૧૯
Flower Name: Vittadinia triloba
Creeping daisy
Significance: Integral Simplicity
The simplicity that comes from perfect sincerity.
No comments:
Post a Comment